________________
૧૭૫
થાય છે, વિરક્તતા આવે છે, આત્મભાન પ્રગટે છે અને શુભકે શુદ્ધ કર્તવ્ય તરફ પ્રવૃત્તિ કરવાનું પ્રત્સાહન પણ મળે છે. તેમજ અંતર્ગત સારાં કર્મોને ઉદય થતાં પણ જ્ઞાન ધ્યાન વૈરાગ્ય આત્મજાગૃતિ અને ઉત્તમોત્તમ શુભકે શુદ્ધ પ્રવૃત્તિ તરફ પ્રયાણ કરવાને ઉત્સાહ પ્રગટે છે.
આ ઉપથી એ નિશ્ચય થાય છે કે આત્માના પરિણામ શુભ હોય તે આત્મા શુભરૂપે પરિણમે કહેવાય છે અને જે આત્માના અશુભ પરિણામ થાય તો આત્મા અશુભરૂપે પરિણમે કહેવાય છે. માટે વિદ્વાનોએ—સમજુ લેકોએ પિતાને-આત્માને આત્મભાવનાના અભ્યાસમાં વારંવાર જેડ જોઇએ. તેથી આત્મા શુભાશુભ ભાવથી પાછા ફરીને આત્માકારે પરિણમી રહેશે. અર્થાત આત્માને શુદ્ધ સ્વરૂપમાંજ પરિણુમાવવાથી પરપદાર્થ તરફ પરિણમતે અટકી જઈને તે શુદ્ધ થશે. એકવાર જે આત્મા સર્વથા કર્મથી છુટો પડે તે પછી ફરીને તે કર્મ સાથે કદી જોડાવાનો નહિં અને શુભાશુભ પરિણામે કરવાના બીજ રૂપ કર્મો ન રહેવાથી તેમાંથી પરિણામો ઉત્પન્ન થશે નહિં. સેકાઈ ગયેલાં બીજમાંથી અંકુરા પ્રગટ થતા નથી તેમ કમ બીજ બળી -જવા પછી કર્મો ઉત્પન્ન થાય નહિં.
ઉપાદાન કારણ જેમ દંડ, ચક્ર અને કુંભાર આદિ સામગ્રી તૈયાર