________________
હેતુભાવ (કારત્વ).
૩૩ અને ચેતન પ્રાણીઓમાં આ પ્રમાણે પરિવર્તને નિત્ય થયા કરે છે એ તેમનાં પર્યાય-સ્વરૂપ છે. વિવિધ વસ્તુઓ તેમજ પ્રાણીઓ વચ્ચેના સંબંધમાં પણ પર્યાની નિષ્પત્તિ થાય છે. આથી નૂતન વસ્તુઓ અને નવીન પ્રાણીઓનું અસ્તિત્વ અવિરત રીતે થયાં કરે છે. શાશ્વત વિશ્વમાં તેના પર્યાની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે. પર્વત ઉપર બરફ પીગળીને પાણી થતાં પાણીને ઉદ્ભવ થાય છે. પાણીના એ ઉદ્ભવથી બરફને નાશ થાય છે. આમ છતાં એનાં ઓકસીજન અને હાઈડ્રોજન તને કાયમ રહે છે. એક બે વધુ દૃષ્ટાન્તો લઈએ. મીજબાની પૂરી થતાં નૃત્ય શરૂ થાય એ નૃત્યનું મૂળ છે. નૃત્યનું અસ્તિત્વ થતાં મીજબાનીનું અસ્તિત્વ ચાલ્યું જાય છે. મીજબાનીને લાભ લેનારાઓ નૃત્યને લાભ પણ લે છે. ફેર એટલો જ કે તેમના વચ્ચેનો સંબંધ નવીન પ્રકારને થાય છે. નિહારિકા અત્યંત શીત બનતાં તેમાંથી (સૂર્યમાળા બને તે) સૂર્યમાળાને ઉદ્ભવ થાય છે અને નિહારિકાને નાશ પરિણમે છે. આમ છતાં સામ્યદ્રવ્યનું અસ્તિત્વ તો રહે છે જ.
આ બધાં પરિવર્તનો કેમ થાય છે એનો વિચાર કર ઘટે છે. આથી આપણે હેતુભાવ વિષે કંઈક જાણુવાને પ્રયત્ન કરીએ.
હેતુભાવ એ બે જુદી વસ્તુઓ કે એક સજાતીય વસ્તુનાં બે દ્રષ્ટિબિન્દુઓ વચ્ચેનો સંબંધ છે.