SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુભાવ ( કારણત્વ ). ૩૧ પછી ઘણા મનુષ્ય કેાઈ પ્રાણી કે સજાતીય દ્રવ્યને ઈષ્ટ તરીકે કલ્પી લઈ પ્રવર્તમાન ( ચાલુ ) વિચારોથી પરાવૃત થાય છે. આ રીતે જેએ વચમાં જ અટકી પડે છે તે ઇષ્ટરૂપ માની લીધેલ વસ્તુને વિશ્વનાં આદિકારણ કે મૂળરૂપ માને છે. તત્ત્વજ્ઞાન યુકત વિચારસરણીના આ પ્રારંભિક પ્રયત્નોમાં સત્ય વસ્તુની સિદ્ધિનાં એ દ્રષ્ટિબિન્દુઓ (દ્રવ્યાકિ નય અને પર્યાયાર્થિક નય) નીરખી શકાય છે. વિશ્વની ઉત્પત્તિ ( કાઈ કાળે) થયાનું માની લેવામાં દ્રવ્યાર્થિ ક નયનું પ્રથમ દ્રષ્ટિબિન્દુ તરવરે છે. મૂળ ( આદ્ય ) ચેતન કે દ્રવ્યને ઉત્પત્તિ જ ન હેાવાની માન્યતા સત્ય વસ્તુની સિદ્ધિનું બીજી દ્રષ્ટિબિન્દુ આપણી સમક્ષ રજુ કરે છે. આ પ્રારંભિક તત્ત્વજ્ઞાનામાં આદિદ્રવ્ય કે મૂળ પ્રાણીના સંબધમાં કાઈ પણ કારણ કે નિષ્પત્તિ સ્થાન આપવામાં આવતું નથી. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ વધુ વિચાર કરતાં, આ બન્ને દ્રષ્ટિબિન્દુઓના સત્ય વસ્તુની પ્રાપ્તિ નિમિત્તે સત્ય ઉપયાગ થઈ શકે. આ ઉપયાગ એક ભિન્ન અર્થમાંજ શકય છે. આધુનિક જગતને જ એક દ્રષ્ટિબિન્દુથી ઘટાવવુ અને મૂળ કે પ્રથમ કારણ રૂપે સ્થાપિત કરેલ દ્રવ્ય કે પ્રાણીની જ ખીજા દ્રષ્ટિબિન્દુથી નિરીક્ષા કરવી એવું પૂર્ણ ( પરિપકવ) તત્ત્વજ્ઞાનમાં અની શકે નહિ. અને દૃષ્ટિથી કોઈ સત્ય વસ્તુ તરફ સર્વદા ગમન થઇ શકે છે એવા પૂર્ણ તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ નિર્દેશ છે. ભૂતકાલીન, વર્ત્તમાન કે ભાત્રિ કાઇ પણ સત્ય વસ્તુની * Asiatic Quarterly Review, July 1900, Pp 14I.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy