SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તા સત્યજ્ઞાનવિના સત્ય બોધ ન જ આપી શકે. ક્રોધ, ઇર્ષ્યા અને બીજા વિકારેના મોહક તત્વોથી જે જ્ઞાન સંપૂર્ણ મુક્ત થયું હોય તે જ જ્ઞાન સત્ય છે, એવી જૈનદર્શનની માન્યતા છે. જે સદાચાર માર્ગનાં સેવનથી શાશ્વત મોક્ષ-સુખની પ્રાપ્તિ થાય છે તે માર્ગને નિર્દેશ સર્વ જ કરી શકે એવું જૈનધર્મનું વિધાન છે. મહત્પાદક તત્તનું અસ્તિત્વ હેય ત્યાં સુધી કોઈને પણ સર્વપણાની પ્રાપ્તિ અશકય છે એવું જૈનધર્મનું સ્પષ્ટ મંતવ્ય છે. જેના આધ્યાત્મિક પરમ પુરૂષ સર્વજ્ઞ હોવાનું તેમજ તેઓ સર્વે પ્રકારના દોષો અને વિકારોથી મુક્ત હેવાનું મનાય છે, જેન ધર્મશા આ સર્વજ્ઞ મહાપુરૂષોના જીવન અને બેધના ઐતિહાસિક વૃત્તાન્તો રૂપ ગણાય છે. એ ધર્મશાસ્ત્રોમાંથી જ જૈન સિદ્ધાન્તની પ્રરૂપણ થયેલ છે. જૈન અહંતોએ દુનિયા ઉપર મનુષ્ય તરીકે જીવન વ્યતીત કર્યું હતું. આથી નીચેના ધર્મ–મંતવ્યનું મૂળ (આદ્ય કારણો આપણને મળી રહે છે. જૈનધર્મના સિદ્ધાન્તોના ઉગમના પ્રશ્નનો વિચાર ન કરીએ તો પણ એ સિદ્ધાન્તો પિતાના ગુણે કરીને ટકી શકે છે. તેઓ સ્વયમેવ આશ્વાસનજનક અને સંતોષદાયી છે. તેમનાથી આત્માનું અનિષ્ટથી રક્ષણ થાય છે, હદયને આવશ્યક વસ્તુઓ કે સાધને ઉપલબ્ધ થઈ શકે છે. બુદ્ધિની કારમી કર્સટીમાંથી પસાર થતાં આ સિદ્ધાન્તને લેશ પણ આંચ આવતી નથી. કોઈ પણ વ્યકિતને તેથી સ્વાતંત્ર્ય-મુક્તિ મળે છે. જૈન સિદ્ધાન્તામાં કોઈ આજ્ઞાઓને સ્થાન નથી. સિદ્ધાન્તોનાં પાલનમાં કેઈપ્રકારના આદેશે માન્ય કરવાનું નથી. જૈન ધર્મ એટલે નૈતિક અને આધ્યાત્મિક ઉત્કૃષ્ટતાનું સ્વીકૃત ધ્યેય સફળ થાય એ રીતે પિતાનું જીવન સર્વોચ્ચ સ્થિતિએ લઈ જવાનું એક પરમ કાર્ય છે. જૈન મંતવ્યો જીવનના આ ઉત્કૃષ્ટ આદર્શનું નિરૂપણ કરે છે. અનંત કાળમાં ભાવી જીવનની દ્રષ્ટિએ તેમજ અન્ય જીવાત્માઓ સાથે સંબંધની દ્રષ્ટિએ, મનુષ્યને આ સિદ્ધાંતે ગંભીરપણે વિચારવા અને અમલમાં મૂકવા
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy