________________
કમગ, જૈનધર્મ આદિ તત્વજ્ઞાનના વિષય પરત્વે નિયમિત ભાષણે આપતા હતા. એ ભાષણના વર્ગ ભરાતા અને ભાઈ રન એ વર્ગોના એક અત્યંત ઉત્સાહી શ્રોતા બન્યા હતા
ભાષણેથી ધર્મ–પ્રીતિ. ભાઈ વોરનને એ ભાષામાં એટલે બધે રસ પડતું હતો કે તેમણે બધાં ભાષણે લઘુ અક્ષરપદ્ધતિ ( Shorthand)થી સંપૂર્ણ લખી લીધાં હતાં. ભાષણેના સંબંધમાં તેમને અન્ય શ્રોતાઓ કરતાં વિશેષ ભાવ અને પ્રીતિ ઉદ્દભવ્યાં હતાં. આથી એમણે પોતે અક્ષરશઃ લખી લીધેલાં ભાષ
ને અભ્યાસ કર્યો. એ અભ્યાસને પરિણામે જૈનધર્મ પ્રત્યે તેમને નિરતિશય શ્રદ્ધા થઈ. જૈનધર્મ પ્રત્યેની તેમની પ્રીતિ અને ભક્તિ દિનપ્રતિદિન વધવા લાગી.
અન્ય વિદ્વાને સાથે સમાગમ. જૈનધર્મના અભ્યાસથી ભાઈ વોરનની જૈનધર્મ પ્રત્યે એટલી બધી પ્રીતિ થઈ હતી કે વીરચંદભાઈના અવસાન બાદ બધુ રનની ધર્મવૃત્તિ અને જિજ્ઞાસાએ અન્ય વિદ્વાનને સમાગમ શેાધી લીધો. શ્રીયુત્ સુરચંદભાઈ બદામી, સ્વ. કેશવલાલ પ્રેમચંદ મેદી અને સ્વ. જુગમંદરલાલ જૈનીના પ્રત્યક્ષ કે પરોક્ષ સમાગમથી ઘણુયે આશંકાઓનું સમાધાન કર્યું. સત્સંગને પરિણામે ધર્મવિષયક મહત્વના પ્રશ્નોના આવશ્યક ખુલાસાઓ ધર્મપ્રેમી વિદ્વાન તરફથી મળ્યા કર્યા અને એ રીતે બધુ રનની ધર્મભાવના ઉત્તેજિત થતી ગઈ.
શ્રીયુત સુરચંદભાઈ બદામી અને સ્વ. કેશવલાલ મોદીના સમાગમ પછી કેટલાંક વર્ષ બાદ સ્વ. જુગમંદરલાલ જૈની સાથે બધુ વોરનને વિલાયતમાં પ્રત્યક્ષ પરિચય થયે હતે. જુગમંદરલાલજી ઓકસફર્ડ યુનિવસીટીના એમ. એ. અને