SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. સીધા ૧૪ મા ગુણસ્થાન અને મુક્તિની પ્રાપ્તિ થયાનુ’ એક દેષ્ટાંત મારા જાણવામાં છે. અડધા કલાકમાં મુક્તિ થયાનું આ દ્રષ્ટાન્ત અત્યંત આશ્ચર્યકારી અને વિચારણીય છે. આ પ્રમાણે થોડા સમયમાં મુક્તિ પ્રાપ્ત કરનારે એક મનુષ્યનું ખૂન કર્યું હતું. તે પોતે મારી નાખેલા મનુષ્યનું માથું લઇને એક જંગલમાં જતા હતા એટલામાં તેણે એક ધ્યાનસ્થ મુનિને જોયા. તે પછી તેણે પેાતાના કર્તવ્ય-માર્ગની પૃચ્છા કરી. મુનિશ્રીએ આત્મસયમ ( ઉપશમ ), ધ્યાન (વિવેક) અને કર્મનિરોધ (સવર) કરવાનો ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળતાં જ ખૂનીએ ત્યાં ને ત્યાં જ ધ્યાન કરવા માંડ્યું. કીડીઓથી તેનાં માંસ વિગેરેનું લક્ષણુ થવા માંડ્યું છતાં તે ધ્યાનથી લેશ પણ ચલિત થયા નહિ; અર્ધા કલાકમાં જ સર્વ કર્મોની નિર્જરા થઈ અને મુક્તિપદ તેને પ્રાપ્ત થયું. થોડા વખતમાં પણ આ રીતે મુક્તિ મળી છે. આ જૈન સિદ્ધાન્તનું જાણવાજોગ રહસ્ય છે. કર્મરૂપી અશુદ્ધિનુ નિવારણુ કરી આત્માનું શુદ્ધીકરણ કરવું એ જૈન તત્ત્વજ્ઞાનનું હાર્દ છે. આત્માનાં યથાયાગ્ય શુદ્ધીકરણથી મુક્તિદશા પ્રાપ્ત થાય છે. સાધુઓના આચાર સખધી વિવેચન કેટલાંક જૈન સૂત્રામાં બહુ જ અસરકારક રીતે કરવામાં આવ્યુ છે. એવા સૂત્ર-ગ્રંથા પૈકી ૪ પ્રથાના અનુવાદ પ્રા. હન જેકેાખીએ કરેલ છે. જૈન ધર્મનું સારૂં' જ્ઞાન જેમને હાય
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy