SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ. ૧૧ એધિદુ ભત્વ ભાવ. સત્ય જ્ઞાન, સત્ય દર્શન (શ્રદ્ધા) અને સચ્ચારિત્રની પ્રાપ્તિનાં દુર્લભત્વ ( મુશ્કેલી) વિષે વિચાર કરવા તેને આધિદુર્લભત્વ ભાવ કહે છે. આ રત્નત્રયની પેાતાને શાશ્વત સંલગ્નતા રહે એવી ભાવના થવી ઇષ્ટ છે. ૧૬૮ ૧૨ ધર્મ ભાવના. રત્નત્રયની પ્રાપ્તિ સુખનું ઉદ્ભવ સ્થાન છે એવી પ્રતીતિથી ભાવના ભાવવી તે ધર્મઅનુચિ'તન ભાવ ( ધર્મ ભાવના) છે. શ્રાવકના ૨૧ ગુણા. ઉચ્ચતર ધાર્મિક જીવનનો પ્રારંભ થાય તે પહેલાં નીચેના ૨૧ ગુણાની પ્રાપ્તિ આવશ્યક છે. ઉચ્ચ જીવનને પંથે પળતા દરેક શ્રાવકમાં એ સર્વ ગુણા ( કે એમાંના ઘણાખરા ગુણા ) હેાવા જોઇએ. ૧. અક્ષુદ્રત્વ. પરિપક્વ વિચારણા, સ્વપરનું ભલું કરવાની શક્તિ અને એ સર્વ ગુણા ઉચ્ચ જીવનની સિદ્ધિ અર્થે શક્તિ, ઉત્સાહ વિગેરેની ખામી એટલે ક્ષુદ્રદશાથી ઉચ્ચ જીવનની પ્રાપ્તિ અશકય છે. સૂક્ષ્મ નિરીક્ષા, યોગ્ય ઉત્સાહ આવશ્યક છે. ૨. રૂપવંતપણું'. શ્રાવક રૂપવાન હોવા જોઇએ. રૂપ, આરોગ્ય અને ખલની દ્રષ્ટિએ તે ચાગ્ય હોય. ચક્ષુ આદિ સર્વે ઇન્દ્રિઓની શક્તિઓ યથાયાગ્ય હાવી જોઇએ. વગરના અવયવાવાળા—એ ૧ સર્વાવયવસુંદર—ખામી રૂપવાન ગણાય છે.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy