SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાઓ. સાક્ષાત્કાર થાય છે. બનતાં સુધી અરિહંતનું ધ્યાન દરરેજ કરવું જોઈએ. ઓછામાં ઓછું ૪૦-૫૦ મીનીટ સુધી ધ્યાન કરવું એ આવશ્યક છે. ધ્યાનમાં કઈ પણ પ્રકારને અંતરાય ન જ હોય. આવું ઉચ્ચ પ્રતિનું ધ્યાન આત્મજ્ઞાનનું અવબોધક છે, તેથી આત્માને પરમ પ્રકાશ ઝળકી નીકળે છે. આત્માની દીવ્ય જ્યોતિની અદ્ભુત ઝાંખી થાય છે. આત્માનું પ્રભુપદને માગે ઊર્વગમન થવા માંડે છે. " સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિની પ્રાપ્તિ અર્થે અને દુષ્કમેંના નિરોધ નિમિત્તે ૧૨ પ્રકારની અનુપ્રેક્ષાઓ (ભાવનાઓ) શ્રાવકને ખાસ સહાયકારક છે. એ ૧૨ ભાવનાઓ નીચે પ્રમાણે છેઃ શ્રાવકની ૧૨ ભાવનાઓ, ૧ દુનીયાની પ્રત્યેક વસ્તુ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ ન હોય એવી એક પણ વસ્તુ નથી. દરેક વસ્તુ ક્ષણભંગુર હોવાથી પરિવર્તનશીલ છે. તમામ વસ્તુને આપણે ક્ષણભંગુર ગણવી જોઈએ. જે તે વસ્તુ ક્ષણભંગુર કે પરિવર્તનને પાત્ર હોવાથી કઈ વસ્તુને વિશેષ મહત્વ ન જ અપાય. (અનિત્ય ભાવના). ૨ દુઃખ, વ્યાધિ, જરા અને મૃત્યુયુક્ત આ વિશ્વમાં સત્યનું પાલન એ જ ખરે રક્ષણ-માર્ગ છે. સત્ય સિવાય સહાય અને આશ્રયને અન્ય કેઈ માર્ગ નથી. સત્યનું પાલન એ જ આત્માનું ખરૂં શરણુ-આશ્રયસ્થાન છે.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy