________________
પાંચમાં વ્રતનું સ્વરૂપ.
૧૩૯ mammmm
કૃત્રિમ રીતે વિષયસેવન, કેઈની કન્યાનું લગ્ન, વિષયવાસનાયુક્ત દ્રષ્ટિથી સ્ત્રીઓનું વારંવાર નિરીક્ષણ–એમ અનેક રીતે આ વ્રતને ઓછેવત્તે અંશે ભંગ થાય છે. •
આ ચોથું વ્રત સ્ત્રીઓને પણ સ્વીકાર્ય છે. વ્રતધારી સ્ત્રીએ પોતાના પતિથી સંતુષ્ટ રહેવું, અન્ય પુરૂષ સાથે ગમન ન કરવું વિગેરે વ્રતના સર્વ નિયમે સ્ત્રીઓ તેમજ પુરૂષોને એક સરખા લાગુ પડે છે.
૫. સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત. દ્રવ્ય, મીલ્કત આદિના સંબંધમાં મર્યાદા બાંધવાનું વ્રત તેને સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત કહે છે. દ્રવ્ય આદિના સંબંધમાં પરિગ્રહની ભાવનાથી આ વ્રતને ઉદ્ભવ થાય છે. પાંચમું વ્રત એટલે સ્થલ દ્રષ્ટિએ દ્રવ્યાદિને પરિગ્રહ.
પરિગ્રહ વ્રતના અભાવે મનુષ્યની પરિગ્રહવૃત્તિ શકય નથી. દ્રવ્યાદિને મેહ અમર્યાદિત રહે છે. આ વધુ પડતા મેહભાવ ઉપર એગ્ય સંયમની જરૂર છે.
દ્રવ્યાદિના પરિગ્રહ નિમિત્તે પ્રથમ તે ભાવનાની મર્યાદા આવશ્યક છે. દ્રવ્ય વિગેરેની ભાવના મર્યાદિત બને એટલે ભાવનાનું કેટલેક અંશે નિયંત્રણ થાય છે. જે વસ્તુઓ આત્મીય નથી તેને મોહ પરિહાર્ય છે. આથી દ્રવ્યાદિ અનાત્મીય વસ્તુઓને મોહ ઓછો કરી તેને પરિમાણસર
* તત્ત્વાર્થસૂત્ર ૭-૨૩; યોગશાસ્ત્ર, ૩–૯૩.