________________
વિષય સેવનના ગેરલાભ,
૧૩૫
થાય છે. એ કેવળ જૈન માન્યતા છે. સર્વ દોષોથી રહિત સર્વજ્ઞ અર્હત્ પ્રભુના બેધ ઉપર આપણે આ માન્યતાના સંબંધમાં વિશ્વાસ રાખીએ. એ મંતવ્યનાં સત્યના સંબંધમાં શંકાને સ્થાન ન જ હોય.
વિષયવાસનાથી મહદશા પરિણમે છે, તેથી સમ્યગૂદર્શન અને સમ્યકૂચાસ્ત્રિનું આવરણ થાય છે. સગુણે તેમ જ બુદ્ધિને એક્કી વખતે કેરે મૂકી દેવામાં આવે છે, બુદ્ધિ ઉપગશૂન્ય બને છે, સદ્ગુણ-ભાવનાનું વિસ્મ રણ થાય છે.
જે મનુષ્યની વિષયવાસના અત્યંત તીવ્ર હોય તેની જનાઓ, વિચારે, ઉદેશે વિગેરે પાર પડતાં નથી. પાર પડે છે તે તેમાં કઈ ખાસ કર્મ કારણભૂત હોય છે. વિષયવાસનાથી જેનું ચિત્ત ઓતપ્રોત થયું હોય તે ઘણુંખરાં કાર્યોમાં ભાગ્યે જ ફત્તેહ મેળવે છે.
કુદરતમાં કેટલાંક એવાં સૂક્ષ્મબળે વર્તે છે જેનું • સામાન્ય રીતે આપણને જ્ઞાન પણ હોતું નથી. આવાં
બળે ઉપર વિષયવાસના રહિત વૃત્તિથી નિયંત્રણ (સંયમ)ની દષ્ટિએ સાફલ્ય પ્રાપ્ત થાય છે.
મંત્રસિદ્ધિ પણ વિશુદ્ધ ચારિત્ર ઉપર આધાર રાખે છે. મંત્ર ઉચ્ચારણથી ઉત્પન્ન થતા અવાજનાં પુદ્ગળનાં આંદોલનથી જ મંત્ર કાર્યસાધક થતું નથી. મંત્રસિદ્ધિ માટે માનસિક કિયા તેમજ જીવનની પવિત્રતાની ઘણું જ જરૂર છે. બધાં સંયુક્ત આંદોલનથી જ ઈષ્ટ કાર્ય સિદ્ધ