SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ દ્રષ્ટિએ ખરું કાર્ય કરવું એ કદાગ્રહ છે. આવી કદાગ્રહવૃત્તિ માર્ગાનુસારીઓ માટે સર્વથા ત્યાજ્ય છે. માર્ગાનુસારીની વૃત્તિ કદાગ્રહ રહિત અને બીજાઓને અનુકૂળ હેવી જોઈએ. સમભાવયુકત સમજુપણુથી કદાગ્રહને તિલાંજલી આપવી જોઈએ. કદાગ્રહ એ અનેક અનર્થોનું મૂળ હોવાથી તેને ત્યાગ માર્ગાનુસારીઓ માટે ખાસ જરૂરી છે. નિયમ ત્રીશમો. સગુણ પ્રત્યે પક્ષપાત. સદ્દગુણ-પ્રાપ્તિની સભાવનાથી માર્ગનુસારીને સદ્દગુણ માટે પક્ષપાત જ હોય. આથી દરેક શક્તિઓને ઉપયોગ સદ્ગુણની પ્રાપ્તિ માટે થે જોઈએ. સદ્દગુણની પ્રાપ્તિ અર્થે સદ્દગુણને ઉપયોગયુકત પક્ષપાત આનવાર્ય છે. નિયમ પાંત્રીસમો. માગનુસારીએ જુદા જુદા ધર્મો, તત્ત્વજ્ઞાને, મંતવ્ય આદિના ગુણ-દેષની યથાર્થ પરીક્ષા કરી દરેક પ્રશ્ન અને શંકાઓનું સમાધાન કરવું જોઈએ. માગનુસારીએ પાળવાના સર્વ નિયમોની સમીક્ષા થઈ. હવે ચોથા ગુણસ્થાનને વિચાર કરીએ. ચતુર્થ ગુણસ્થાન. આત્મિક સત્યનું નિદર્શન થતાં, તે વિષે આ ગુણસ્થાનમાં કંઈ શંકા, ઉપેક્ષા કે અસ્થિરભાવ રહેતા નથી. સત્ય પ્રત્યેને તિરસ્કારભાવ લુપ્ત થાય છે. ચોથા ગુણ
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy