________________
૧૦૪
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ
તેમના પ્રત્યેનાં કર્તવ્યનું પાલન કરવું એ તે ન જ ભૂલી શકાય. પિતૃઓ પ્રત્યેના પૂજ્યભાવમાં માર્ગાનુસારીઓમાં કઈ પણ પ્રકારની ક્ષતિ કદાપિ ન જ આવવી જોઈએ.
નિયમ અઢારમે. કઈ પણ મનુષ્યની ચિત્તવૃતિને ખેદ થાય એવાં કાર્યોથી માર્ગાનુસારીઓએ દૂર રહેવું જોઈએ. કોઈની લાગણીને જેથી બીનજરૂરી રીતે દુઃખ થાય એવું કઈ પણ કાર્ય માર્ગોનુસારીથી ન જ થઈ શકે. બીજાને દુઃખ થાય એવી વાણી પણ ન બોલી શકાય.
નિયમ ઓગણીશમે. આશ્રિતનું પિષણ. પિતાના આશ્રિત જનેનું પિષણ કરવું એ માર્ગનુસારીઓનું કર્તવ્ય છે. દરેક આશ્રિત પાસેથી જે તે ગ્ય કામ લેવું જોઈએ. દરેક કામ યેગ્ય રીતે થાય છે કે નહિ તે બરાબર જેવું જોઈએ. આવી રીતની દેખરેખ વિના આશ્રિત અહિતકારી બને એ સંભવનીય છે. કેઈ આશ્રિતમાં દુર્ગણ આદિને સંચાર થાય તે દુર્ગુણ વિગેરેને નાશ કરવા-કરાવવા ઉત્સુક રહેવું જોઈએ. કેઈ આશ્રિતના દુર્ગુણ આદિના નિવારણની શુભેછાથી જે તે દુર્ગુણ આદિથી સર્વદા સુપરિચિત રહેવું જોઈએ. આશ્રિતના દુષ્કૃત્યેના સંબંધમાં ઉપેક્ષાભાવ કેઈ રીતે ઈષ્ટ નથી. આશ્રિતની પતનદશાથી પિતાની બુદ્ધિનું ઓછું મૂલ્ય અંકાય એ સ્થિતિ અસહ્ય હોવી જોઈએ. કઈ આશ્રિત સર્પરૂપ હોય તે તેને ત્યાગ જ ઈચ્છનીય છે.