________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મી માર્ગનુસારિત્વ એ આધ્યાત્મિક પ્રગતિના વાંછુઓને ગ્રહણ કરવા યોગ્ય પહેલું પગથીઉં છે. આધ્યાત્મિક પ્રગતિમાં જેઓ આગળ વધેલા છે તેમને માટે માર્ગનુસારીના નિયમ નથી. એ નિયમ આત્માના શુદ્ધિકરણના ઉપાય છે. આધ્યાત્મિક ઉન્નતિને પ્રારંભ કરનારાઓ માટે તે બહુ જ ઉપયોગી છે. તેનાં પાલનથી આત્મપ્રગતિની ભૂમિકા સ્વચ્છ બને છે. ચિત્ર જેના ઉપર આલેખવાનું હોય તે વસ્તુ જ અશુદ્ધ હેય તે સુંદર ચિત્ર આલેખાતું નથી તે જ પ્રમાણે માર્ગાનુસારીના નિયમેથી આધ્યાત્મિક પ્રગતિરૂપ ભૂમિકા શુદ્ધ કર્યા વિના તેના ઉપર અધ્યાત્મ સ્વરૂપનું સુંદર આલેખન થઈ શકતું નથી. આ રીતે માર્ગાનુસારીના નિયમનું બરોબર પાલન કરવું એ આત્મોન્નતિના વાંચ્છુક માટે ખાસ આવશ્યક છે. ખરા માર્ગાનુસારિત્વનું યથાર્થ પાલન આધ્યાત્મિક પ્રગતિને પ્રારંભ કરનાર મનુષ્ય ( ઉમેદવારે) માટે અનિવાર્ય છે. માર્ગાનુસારીના નિયમ એ આત્માના પ્રારંભિક શુદ્ધિકરણને અમેઘ ઉપાય છે.
હવે આપણે માર્ગોનુસારિત્વના નિયમની અનુક્રમે સમીક્ષા કરીએ.
નિયમ પહેલે. માર્ગાનુસારીએ આજીવિકા નિમિત્તે કઈ સારે વ્યાપાર કે સેવા-માર્ગ ગ્રહણ કરવું જોઈએ. સારા નોકરી-ધંધાને પકડી રાખવા જોઈએ. જે નોકરી કે ધંધો નિકૃષ્ટ (હલકાં) ગણાતાં હોય તેથી માર્ગનુસારીઓએ પરાડ