________________
ખેડયું પડેલું છે, તેને ક્રમસર આવા ગ્રંથની શૈલી પ્રમાણે અને સંકલનાપૂર્વક આધુનિક પદ્ધતિએ તે સંશોધનવૃત્તિથી તૈયાર કરી અલંકૃત રૂપમાં જગત આગળ આપણે જ્યારે મૂકીશું ત્યારે જૈન ધર્મ એ સનાતન ધર્મ છે અને તેનું તત્ત્વજ્ઞાન, સાહિત્ય એ સંપૂર્ણ સત્ય અને અપૂર્વ છે એમ જગત્ માનશે અને તે દિવસથી જૈન સમાજે સાચી જ્ઞાનપૂજા અને પ્રભાવના કરેલી ગણાશે.
પરમાત્માને પ્રાર્થના છે કે તેવી જ્ઞાનપૂજ જૈન સમાજને જલ્દી પ્રાપ્ત થાય.
મી. હરબટ રને આ ગ્રંથ સ્વ. બંધુ વીરચંદભાઈ ગાંધી બી. એ. બાર. એટ– લી. ના ભાષણો, ધર્મચર્ચા, ટીપણો અને ગ્રંથો વિગેરેના આધારે લખેલ છે કે જેને ગુજરાતી અનુવાદ શેઠ ગિરધરલાલ ડુંગરશી જૈન જીવનના ભૂતપૂર્વ મંત્રીએ કરેલો છે.
ઉપરોક્ત કારણોથી આ અભ્યાસક ગ્રંથને આ ગુજરાતી અનુવાદ કરાવી અમોએ પ્રકટ કરેલ છે અને તેને વિશેષ પ્રચાર થાય, વિશેષ પ્રમાણમાં લાભ લેવાય તે માટે શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના માનવંતા ગ્રાહકોને આ વર્ષે ભેટ આપવાનો નિર્ણય કરેલો છે. આ ગ્રંથ પ્રકટ કરવાના કાર્યમાં શેઠ વલ્લભદાસ લલ્લુભાઈએ પોતાના સદ્ગત ચી. ચંદુલાલના સ્મરણાર્થે આર્થિક સહાય આપેલ છે જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે.
પરભાષાના ગ્રંથોને અનુવાદ કરે તે સહેલું કાર્ય નથી, છતાં તેને ગુજરાતી ભાષામાં કરેલો આ અનુવાદ બંધુશ્રી લાલનને બતાવતાં અનુવાદ તપાસી પિતાને સંતોષ બતાવવા માટે તેમજ બંધુ શ્રી ફતેહચંદ ઝવેરભાઈએ પ્રફ તપાસવા વગેરે કાર્યમાં આપેલી સહાય માટે ઉપકાર માનવામાં આવે છે.
ભાવનગર. ] આત્માનંદ ભવન. |
૪ પૂર્ણિમા ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. વીર સંવત્ ૨૪૬૦ આત્મ સંવત્ ૩૯