SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ કષાયની પરિણતિ પ્રાયઃ કષાયરૂપે થાય છે, જે આત્માને બહુ જ અહિતકર થઈ પડે છે. કષાયને વિરોધ કરવાની તમન્ના ન થાય, કષાયથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા ન થાય ત્યાં સુધી કષાયેનું કલુષિત કાર્ય ચાલુ રહે છે. યેગનાં સ્વરૂપ. યોગ એ કર્મોનું ચોથું પ્રવર્તક બળ કે કારણ છે. તે અત્રે લાક્ષણિક અર્થમાં જાયેલ છે. કેગના એકંદર ૧૫ પ્રકાર છે. સત્ય, અસત્ય કે મિશ્રવિચાર અને વાણી તેમ જ પાંચ પ્રકારનાં શરીરની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓને અનુલક્ષીને આ સર્વ પ્રકારનું વિધાન થયું છે. અશુદ્ધ આત્મા તરીકે મનુષ્યનું વસ્તુસ્વરૂપ આપણે જોયું. જે સાધન-કારણોથી સઘસ્થિતિ પ્રાપ્ત થાય છે તે કારણેની પણ કંઈક નિરીક્ષા કરી, નૈતિક હેતુભાવને અવિચળ નિયમ શું છે તે આ પ્રમાણે યથાયોગ્ય રીતે જોયા પછી મનુષ્યની સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અને પ્રાપ્ત કરવાના ઉપાય સંબંધી આપણે વિચાર કરવાનું રહે છે. હેતુભાવના નિયમની દ્રષ્ટિએ આ બનને વિષય ગર્ભિત રીતે પેટા પ્રકારે જ છે એમ કહી શકાય. મનુષ્યની સંભાવ્ય સ્થિતિ અર્થાત્ વિશુદ્ધ આત્માની સ્થિતિ–ઉત્કૃષ્ટ સ્થિતિના ઉપાયે એટલે આત્માને અશુદ્ધ બનાવતાં કારણેનું નિવારણ કરવું એમ સમજવાનું છે. . કર્મનો કાયદો. નૈતિક હેતુભાવને નિયમ એટલે કર્મના કાયદાને
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy