SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં સ્વીકાર કરેલા નિયમોની સ્મૃતિરૂપ યાદી તથા ભવિષ્યના નવા નિયમોને ગ્રહણ કરવા. (૧) સચિત્ત- સજીવ અનાજ, કાચું પાણી, લીલા શાક-ભાજી, ફૂલ, ફલ, કાચું મીઠું, વગેરે સચિત્ત પદાર્થોનો ત્યાગ અથવા પરિમાણ કરવું. (૨) દ્રવ્ય : રોટલી, શાક, દાળ, ભાત, દૂધ વગેરે ખાવા-પીવાની ચીજોની સંખ્યા...........નું પરિમાણ (૩) વિગઇ : વિગઇ કુલ્લે દશ છે. એમાંથી (૧) મધ, (૨) માંસ, (૩) માખણ, અને (૪) શરાબ એ ચાર મહાવિગઇ અભક્ષ્ય છે જે જીવનભર ત્યાગ કરવા જેવી છે. (૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (૪) તેલ, (૫) ગોળ-ખાંડ અને (૬) કકડાવેલું ઘી અથવા તેલથી બનેલી મિઠાઇ વગેરે કડા વિગઇ કુલ છ ભક્ષ્ય વિગઇ છે. આનો પણ યથાશક્તિ ત્યાગ કરવો. વિગઇનો ત્યાગ. (૪) ઉવાણહ : બૂટ, સેંડલ, ચંપલ, મોજાં વગેરેની સંખ્યા.........નું પરિમાણ કરવું. (૫) તંબોલ : પાન, સોપારી, વરીયાલી, એલચી, લવિંગ, વગેરે મુખશુદ્ધિના પદાર્થોની સંખ્યાનું..........પરિમાણ કરવું. (૬) વસ્ત્ર : ધોતીયું, પહેરણ, બંડી, ખમીસ, બુશર્ટ, કોટ, પેન્ટ, સૂટ, લેંઘો (પાયજામો), પાઘડી, ટોપી, વગેરે વસ્ત્ર અને આભૂષણોની સંખ્યા.........નું પરિમાણ કરવું. (૭) કુસુમ : ફૂલો, સેન્ટ, અત્તર, તમાકુ આદિ સુંઘવાના પદાર્થોની સંખ્યા.....નું પરિમાણ કરવું. ૪૬
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy