________________
0
નજર રાખવાનું પરિણામ સારૂં નહિં આવે શાંતતા અને શુભેચ્છારૂપી પાણીને પ્રવાહ એ ગટરમાં વહેવરાવે જેથી બધે કાદવ આપ આપ દેવાઈ જશે. જ્યારે ટીકા રૂપ કાતર આપણા ઉપર ચાલતી હોય, ત્યારે આપણા અંતમાં શું છે. તે તપાસી જેવું. કદાચ ક્ષુદ્ર મનવૃત્તિઓ તરફ ઘસડાઈ જવાની ઈચ્છા દિલમાં પેદા થઈ હશે અને તેથી જ આ ચેતવણું કાં મળી ન હોય? આવી ટીકાથીજ ભયંકર સ્થિતિ વિષે સાવધ રહેવાય છે તેમ સમજે. જે પુરૂષ લેક નાયક થવાને લાયક હોય છે તે કદી પણ “મારા સંબતીઓ મૂખ છે. મારા અનુયાઈએ બેઈમાન છે, લેકે કુતદની છે, સમાજમાં કીંમત કરવાની શક્તિ નથી.” એ બડબડાટ કરતું નથી. નિરાશાથી હારીને ભાગી ન જતાં તેની સામે થવામાં
ખરૂં સામર્થ્ય રહેલું છે. ૮૩ સ્વાનુભવ કરતાં વધારે યોગ્ય બીજો કોઈ ગુરૂ નથી. તમારી શકિતઓને ઉંચા વિચારે તરફ વાળશે તે
વિયાશક્તિ વિષે વિચાર કરવાનો સમય પણ તમને મળશે નહિ. બીજાની હાજરીથી સંકેચાવું એ ખરા દેવ (અંતર્ આત્મા) ને દ્રોહ કર્યા બરાબર છે અંતરાત્મા સાથે પ્રમાણિકપણે વર્તવાથી જ તમે જગતમાં પ્રકાશ ફેલાવી શકશે.
૮૪