________________
૮૧
ખીલવવા માટે દુઃખ જરૂરનું છે. આ ૩૮ જ્યાં સુધી આપણે પિતાના શરીરના બનાવની વૃત્તિ
વાળા અને પિતાને નુકસાન કરનાર પ્રત્યે વેર લેવાની વૃત્તિવાળા છીએ ત્યાં સુધી આપણે સત્ય જીવનથી મરણ પામેલા જ છીએ, માન અપમાનને પ્રસંગ આવતાં તેની જરા પણ આપણા ઉપર અસર થવા ન દેવી એ આપણુ મહાપણાની ઉત્તમમાં ઉત્તમ કટી છે. ૨૯ તમે નિસ્પૃહપણના દરવાજામાંથી સ્વામીપદના મહેલમાં
પ્રવેશ કરશે. આત્મજ્ઞાનના દરવાજામાંથી મુકિતપદના ખુલ્લા મેદાનમાં વિચરે જે કાંઈ તમારી પાસે છે તે અન્યને આપી દ્યો. તે સર્વ ઉપરથી તમારે હાથ ઉઠાવી લ્ય. અને પછી જુઓ કે તમે અખિલ
બ્રહ્માંડના સમ્રાટ અને અધિરાજ બની જશે. ૪૦ દિવ્ય સ્વરૂપ સાથે સંબંધ શાથી છુટે છે? બાહા
અસર, લેકે સાથે હદ ઉપરાંત સંસર્ગ રાખ અને ઉરચ આધ્યાત્મિક જીવનમાંથી ઘણીવાર વિમુખ રહેવું. આ સર્વ બાબતને લઈ ઉચ્ચ સ્થિતિમાંથી આપણે
અધઃપાત થાય છે. ૪૧ હે આત્મન ! તું શુદ્ધ છે, અવિનાશી છે. તે સર્વ
જ્ઞાનરૂપ છે, તું સર્વ શક્તિ રૂપ છે. તું સર્વ શકિતને નિયંતા છે. તું સર્વ સૌદયને દાતા છે.