________________
ચેાગની સાધનાના પ્રકાશ
૧ સમાનતાની અગ્નિ હૃદયમાં પ્રજવલીત થતાં તે બ્રહ્મ૨વ્ર ઉપર આવશે ત્યાં જવાળા પ્રકટ કરી ત્યાં રહેલા મળ બાળી નાખી પ્રારંધ્રની શુદ્ધિ કરી દ્વાર ખુલ્લું કરશે. ત્યારબાદ તે અગ્નિ નેત્રમાં પ્રગટ થઈ આવત્રુ રૂપ રહેલા ચાર્યાશી બારીક પડદાને બાળી નાખો. ત્યાં દૃષ્ટિ દોષ નાશ પામી યુદ્ધ ષ્ટિ બ્રહ્મરૂપ થશે તે સાથે કાન આદિના પડદાઓ પણ ખસી જશે, તેમ થતાં શબ્દો સાંભળવા દેખવારૂપ વિગેરેમાં અત્યારની સ્થિતિ કરતાં ઘણા ફેર પડી જશે. જરૂરીઆત સિવાયના વિષય-શબ્દાદિ સભળાશે પણ અથ ગ્રહણ નહિ થાય.
૨ સર્વ ઉપર સમાન દૃષ્ટિ તેમાં વિધિભૂત શુ છે તે તપાસવું. અને એક કરવું. બીજાને સમાન ગણીને ભેદ તેાડી નાખવા. તેથી સ્થીર બુદ્ધિ ઉપર અવાય છે. નાના મોટાની બુદ્ધિ થવાથી જે વિક્ષેપ થાય છે તેની એકતા સમાન રૂપ અગ્નિથી ખાળી નાખી વિષમતા દૂર કરી સમાનતા લાવવી. આ વર્તનથી પૂર્ણુતા પમાય છે. સાધુઓના આ પુરૂષાય છે. આથી એક બીજા વચ્ચે નું આંતરૂ ભૈદાય છે, ભેદની દિવાલા તુટી જાય છે, ચૈતન્ય મહાસાગર દેખાઇ આવે છે.
૩ સમાનતામાંજ શુદ્ધિ રહેલ છે તે સિવાય જ્ઞાન ખળ નાશ પામે છે સફ્ દૃષ્ટિ સિવાય નિષ્કામ કર્મ ન
થાય.