________________
૫૯
માટે તે સિવાય બીજી કોઈ શાળા કામની નથી. બીજાનું જોઈ તેઓ શીખી શકતા નથી, પણ જાતના અનુભવ પછીથી જ તેની આંખ ઉઘડે છે. અર્થાત અનુભવની સખશાળામાં ઘડાયા સિવાય તેઓ સુધરી
શકતા નથી. ૪૬ મન કે અધ્યયનનું કામ ઘણું કઠણ છે. માનસિક
શ્રમની આગળ શારીરિક શ્રમ છોકરાંની રમત જે છે. વળી સ્નાયુને થાક. જ્ઞાનતંતુઓ કરતા વધારે ઝડપથી ઉતરી જાય છે અધ્યયન કે ચિંતનને માગ અત્યંત વિકટ છે ખરે, પણ તેનાથી કર્તવ્યને
માગ સરલ અને સ્પષ્ટ થાય છે. ૪૭ માર્યાદાનું ઉલઘંન સર્વ બાબતમાં હાનિકારક છે.
સદગુણને પણ મર્યાદા હોય છે અને તેનું અતિક્રમણ થતાં તે કેટલીક વાર દુર્ગણ થઈ પડે છે. એકંદર રીતે ઉપયોગી, નિર્દોષ કે આખરે ક્ષમા કરવા ગ્ય બાબતે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી ત્યાજ્ય કે નિંદ્ય થઈ ગણાય છે. ૪૮ ઉદારતા એ સદ્દગુણ છે પણ મર્યાદા કે વિવેક વગરની
ઉદારતા એ ઉડાઉપણું ગણાય છે. તેવી જ રીતે રાજા
ઉપરાંતની હિમ્મત એ અવિચારીપણામાં ખપે છે. ૪૯ દુર્ગુણ એ એ ભયંકર પિશાચ છે કે તેને જોતાં
વેંતજ તેના તરફ તિરસ્કારની લાગણી ઉત્પન્ન થાય છે, પણ જે રેજ ને રોજ તેના તરફ જોયા કરીએ,