________________
૧૨૪
પ૬ અખંડ આત્મ ઉપગની જાગૃતિવાળી સ્થિતિ તે - બ્રહ્માકારવૃત્તિ કહેવાય છે. ૫૭ કઈ પણ વિષય ઉપર સ્પૃહા ન રાખવી એ મનને
જીતવાની ઉત્તમ યુતિ છે. ૫૮ વિષયાકારે મનને પરિણમવું તે ભેદ દષ્ટિ છે.
અજ્ઞાનીઓને ભેદ માગ છે. ૫૯ આત્માકારે મનનું પરિણમવું તે અમેદવૃત્તિ છે. જ્ઞાનીઓને અભેદ માર્ગ છે. ભેદ ત્યાં સંસાર, અભેદ
ત્યાં મુક્તિ છે. ૬૦ આત્મસ્વરૂપમાં સ્થિરતા તે સ્વભાવદશા, પુદ્ગલાકારે
પરિણમવું તે વિભાવ દશા કહેવાય છે. ૬૧ પાણીમાં મીઠું જેમ એક રસ થાય છે તેમ આત્મામાં
મનનું અક્ય થવું તે સમાધિ છે. - ૬૨ જ્યારે પ્રાણને નિસ્પદ અને મનને લય થાય ત્યારે
સમરસપણું પ્રાપ્ત થાય છે, અને તે જ સમાધિ
કહેવાય છે. ૬૩ લાંબા વખત સુધી અનહદ નાદનું અનુસંધાન
કરવાથી વાસના ક્ષીણ થાય છે. મન મૂચ્છિત થાય છે. ૬૪ સિધાસને બેસી, બાહ્યદષ્ટિ નિર્મનીષ રહિત કરી
અંતરમાં લક્ષ આપી નાદ સાંભળવાથી અનાહત નાદ
પ્રગટ થાય છે ૬૫ સર્વ વિષયે પ્રત્યે સર્વ પ્રકારે પરમ અનાસ્થા કેવી
એજ યુક્તિ મનને જીતવાની છે.