________________
૧૬૮
સાધુતાની જ્યોત ૫ પડિલેહણ કરતાં વાતચીત કરે કે બેલે. ૬ પડિલેહણ કરતાં પચ્ચક્ખાણ આપે. ૭ પડિલેહણ બરાબર ન કરાય, બેલ બેલવા રહી જાય. ૮ દોર, દાંડે, દંડાસન, કામલી, ઢાંકણું લૂણું આદિની
પડિલેહણ કરવું રહી જાય. ૯ પડિલેહણ કર્યા સિવાયની વસ્તુ વાપરે. ૧૦ આધાકર્મી આદિ દોષવાળે આહાર વાપરે. ૧૧ જરૂર કરતાં વધારે ઉપધિ વાપરે. ૧૨ શય્યાતરના ઘરને આહાર, વસ્ત્ર પાત્ર આદિ વાપરે. ૧૩ નિદા, વિકથા કરે. ૧૪ પિતાને ઉત્કર્ષ કરે. ૧૫ દુર્ગાન કરે. ૧૬ ગૃહસ્થની વસ્તુ ભાંગે-તેડી નાખે, કે ખોઈ નાખે કે - વાપરવા લાવેલ પાછી ન આપે. ૧૭ શરીર ઉપર મેલ ઉતારે. ૧૮ શરીરની શોભા માટે વિભૂષા કરે–ટાપટીપ કરે. ૧૯ સનાન કરે, વિભૂષા ખાતર હાથ પગ ધૂવે કે મેંઢા ઉપર - ભીને હાથ લગાડે, શરીર ઉપર ભીનાં કપડા વગેરેનું
પિતું ફેરવે. ૨૦ દર્પણમાં ઈરાદાપૂર્વક જુએ.
પ્રથમ મહાવ્રત ૧ વિકસેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય) જીવની
વિરાધના.