________________
૧૩૦
સાધુતાની જાત
૪૧ પાર્શ્વ સ્થા સાથે સંગતિ-મૈત્રી રાખે. ૪૨ નિત્ય આધ્યાનમાં રક્ત રહે. ૪૩ સદા દુષ્ટ-ચિત્તવાળો પ્રમાદથી પ્રેક્ષા–પ્રમાજના ન કરે.
(ગાથા. ૩૬૪) ૪૪ જલ્દી ધબધબ ચાલે.' ૪પ ભોળાને તિરસ્કાર કરે. ૪૬ રત્નાધિકને તિરસ્કાર કરે. ૪૭ ટીકા–નિંદા કરવાવાળો હોય. ૪૮ પનિંદામાં રસ લેનાર . ૪૯ કર્કશ વચન બોલનાર હોય. ૫૦ વિકથા કરનાર હાય. ૫૧ સ્ત્રીઆદિ-કથામાં તત્પર રહે.
(ગાથા. ૩૬૫) પર વિદ્યાઓની સાધનાની ખટપટ કરે. ૫૩ મંત્રની સાધના કરે. ૫૪ વનસ્પતિ, ચૂર્ણ વગેરેના ચમત્કાર કરે. પપ ગૃહસ્થની રેગના પ્રતિકાર રૂપ ચિકિત્સા કરે. ૫૬ ગૃહસ્થની આબાદી અર્થે કામણ-ટુમણ કરે. ૫૭ અક્ષર–તિષ્ય આદિ દ્વારા ગૃહસ્થનું ભાવી જુએ. ૫૮ પૃથ્વી આદિની હિંસા કરી આરંભ-પરિગ્રહવારી બને.
(ગાથા. ૩૬૬) ૫૯ કારણ વિના નિપ્રયોજન અવગ્રહ રાખનારે. ૬૦ દિવસે નિદ્રા લે.