________________
પ્રજાના, શેઠ–નેકરના, પિતા-પુત્રના, પતિ-પત્નીના, દાતા અને યાચકના તથા ગુરુ અને શિષ્યના પારસ્પરિક વ્યવહારમાંકત્તામાં પણ એ તત્વ રહેલું છે. સેવ્યપદે રહેલે રાજા, શેઠ, પિતા, પતિ, દાતા કે ગુરુ વગેરે પિતાની સેવા કરનારનું તે તે રીતે જે કલ્યાણ કરવાના આશયથી સેવા લે, તો તત્ત્વથી તે પોપકાર કરે છે અને સેવકપદે રહેલી પ્રજા, નેકર, પુત્ર, પત્ની, ચાચક કે શિષ્ય વગેરે સેવ્યની સેવા દ્વારા તેની એગ્યતાને આધ્યાત્મિક બળને અધિકાધિક વિકસાવવામાં નિમિત્ત બનવારૂપે હિત કરે છે.
એમ છતાં સુમન ! પરાર્થ અને સ્વાથ બને એવાં ત છે કે–તે એકબીજાને સિદ્ધ કર્યા વિના રહેતાં નથી. અને તેથી પરોપકાર માટે કરેલું શિષ્ટાચારનું પાલન સેવ્યસેવક બનેનું પણ હિત કરે છે. જે એમ ન હોય, તે જગતની સર્વોચ્ચ કક્ષાને પામેલા શ્રી અરિહંતદેવે વગેરે આ વ્યવહારનું પાલન અને પ્રરૂપણ કરે જ નહિ. શાસ્ત્રો કહે છે કે શ્રી તીથકરદેવના છેલ્લા ભવમાં તેની સઘળી પ્રવૃત્તિ ઔચિત્યને અનુસરતી હોય છે અને તેઓ પણ લૌકિક-લોકોત્તર સર્વ વ્યવહારોમાં આ સેવ્ય-સેવકભાવને અનુસરે છે. તે એ વ્યવહારરૂપ શિષ્ટાચારમાં આ આધ્યાત્મિક તત્ત્વ રહેલું જ છે, એમ માની આપણે તેનું પાલન કરવું–કરાવવું એ અનિવાર્ય છે.
સુમન કોઈ પણ મનુષ્યના જીવનમાં આ બંને ભાવે કેળવ્યા વિના તેનું ઊર્ધ્વીકરણ શકય નથી. એક મનુષ્ય પોતાના માતા-પિતાદિ ગુરુવની સામે જ્યારે સેવકભાવે અને પત્નીપુત્ર વગેરેની સામે સેવ્યભાવે વર્તો, ત્યારે જ તેને વ્યવહાર