________________
છ કારણે, તે પણ એક જ વેળા વાપરવાની ભાવનાવાળા, વાપરીને પણ સંયમસાધનામાં રક્ત રહેનારા, વિશિષ્ટ તપથી દુબળ, સુકા-લુખા અને અસંસ્કૃત શરીરને ધારણ કરનારા, તથા દ્વાદશાંગીના જાણ, સંવેગી, ગીતાર્થ, ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા મૂળ-ઉત્તર ગુણવાળા, સંસારના મૂળભૂત સર્વ પ્રમાદના ત્યાગમાં ઉદ્યમી, અનુત્તરદેવના સુખથી પણ અધિક આનંદને અનુભવતા, મન-વચનકાયાના કલેશેથી રહિત, બુદ્ધિમંત, ગુણવંત, શ્રીમત, શીલવંત અને ભગવંત એવા અનેકાનેક ગુણેના નિધિ, એવા સર્વ શ્રી મુનિભગવંતેનું હે ભગવંત! મારે સદા શરણ થાઓ !
૪-શ્રી જિનકથિત ધર્મશરણ -સર્વ અતિશયોને નિધિ, સમસ્ત અન્યદશામાં શ્રેષ્ઠ, વિવિધ સુંદર વિધાનવાળે, નિરૂપમ સુખને હેતુ, કુશાસ્ત્રશ્રવણથી પીડાતા ભને આનંદકારી દુંદુભિના નાદતુલ્ય, આનંદકારી, રાગાદિ અંતરંગ શત્રુઓને વધ કરવાના ઢંઢેરાતુલ્ય, સ્વર્ગ–મેલને નિષ્કટંક માગ, સંસારરૂપી કૂવામાં પડેલા જીને સમર્થ ઉદ્ધારક, મહામુનિઓને પણ પૂજ્ય, એવા શ્રી તીર્થંકરદેવેએ મુનિવરેને ધ્યેયરૂપે જણાવેલ, મેહઘાતક, અતિ સૂક્ષમ બુદ્ધિવાળાને જ સેય, શાશ્વત, વિશ્વહિતકર, સર્વ ભાવને યથાર્થ પ્રરૂપક, અમૂલ્ય, અમીત, અજિત, મહા અર્થવાળે મેટા મહિમાવાળે, સુંદર વિવિધ યુક્તિઓથી યુક્ત, સર્વ દેથી