________________
પુત્રાદિ પ્રત્યેના રાગાદિથી મુક્ત અને ગૃહસ્થાવાસથી વિમુખ બનેલા છે, સર્વ જીવોને આત્મતુલ્ય માનનારા અને પ્રશમરસથી આદ્ર છે, એવા પૂજ્ય સર્વ શ્રી મુનિભગવંતોનું મને સદા શરણુ હે! વળી ઈરછા-મિચ્છા વગેરે, પ્રતિલેખના-પ્રમાજના વગેરે, કે દશવિધ ચકવાલ વગેરે, સર્વ સામાચારીમાં અત્યંત રાગી, બે-ત્રણ–ચારપાંચ કે પંદર ઉપવાસ વગેરે તપમાં ઉદ્યમી, પ વગેરે શાક્ત ઉપમાઓને પામેલા, પાંચ સમિતિ અને પંચાચારના પાલનમાં ધીર, પાપને શમાવનારા, ગુણ રૂપી રન્નેના નિધિ, સમસ્ત પાપપ્રવૃત્તિથી મુક્ત, દુષ્ટ નેહરાગ-કામરાગથી રહિત, સંયમધુરાને વહન કરવામાં ધોરી, કૈધાદિ સર્વ કક્ષાના વિજેતા, રાગ-દ્વેષમેહરહિત, જિતેન્દ્રિય, મદ-મત્સર-કામ અને નિદ્રાના વિજેતા, તથા પરીષહાને સમ્યમ્ સહન કરનારા છે,
એવા સર્વ શ્રી મુનિભગવંતનું મને શરણ થાઓ! વળી વાંસલા-ચંદનમાં, માનાપમાનમાં, સુખ-દુઃખમાં, શત્રુ-મિત્રમાં, તૃણુમણિમાં અને માટી-કંચનમાં, સર્વત્ર સમચિત્તવૃત્તિવાળા, પરોપકારપરાયણ, વિશુદ્ધમાન પરિ.
મી, પાપાને રોકનારા, મનવચન-કાયગુપ્તિથી ગુપ્ત અને પ્રશસ્ત લેશ્યાવાળા છે, એવા સર્વ શ્રી મુનિભગવંતનું મને શરણ થાઓ! વળી નવકેટ વિશુદ્ધ-પ્રમાણોપેત, નિરસ-વિરસ અને મધુકરવૃત્તિથી મેળવેલા આહારને પણ રાગ-દ્વેષ વિના, સંયમરક્ષાદિ