________________
ઘણું રાજ્ય વૈભવને નિરિહભાવે ભેળવીને, દીક્ષા લઈ મોહનું બળ બહુ પ્રાયઃ ક્ષીણ થતાં અને ઘણું જીને પ્રતિબોધીને પુણ્યોદય અતિ વધી જતાં, પ્રાન્ત અનશન દ્વારા સમાધિમરણથી મરીને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવિમાનમાં પરમદ્ધિવાળા અહમિન્દ્ર દેવ થયા. ત્યાં તેત્રીશ સાગરોપમ સુધી સમ્યક્ત્વને આરાધીને છેલ્લા ભવમાં મહાવિદેહની ગંધીલાવતી વિજયમાં ચંદ્રપુરી નગરીમાં અકલંક રાજાની સુદર્શના નામની પટ્ટરાણુની કુખે પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યારે માતાએ સ્વપ્નમાં ઉજવળ વર્ણના સિંહને મુખમાં પ્રવેશ કરતા જોયે. પ્રસન્ન થયેલ માતાએ સ્વપ્નની હકીકત રાજાને કહી. રાજાએ સ્વપ્ન પાઠકોને કહી, ત્યારે તેઓએ કહ્યું કેમહારાણીને સિંહતુલ્ય પરાક્રમી, વિશ્વમાં ઉજવળ, કીર્તિને વિસ્તારનાર અને સમગ્ર ભૂમિને ભક્તા રાજાધિરાજ એવો પુત્ર થશે. એ સાંભળી પ્રસન્ન થયેલ રાજાએ સ્વપ્ન પાઠકને મોટું દાન દઈ પ્રસન્ન કર્યા. રાણું પણ અતિ પ્રસન્ન ચિત્તે ગર્ભનું પાલન કરવા લાગ્યા. ત્રણ માસ પછી રાણીને દેવપૂજન, અભયદાન, ધર્મ મહોત્સવ વગેરે કરવા-કરાવવાના દેહદ પ્રગટયા અને રાજાએ ઉદારતાથી સઘળા દેહદો પૂર્ણ કર્યા. પછી સંપૂર્ણ દિવસે પ્રશસ્ત લગ્ન રત્નના સમૂહની જેમ તેજને વિસ્તારના પુત્રને જન્મ થયે. દાસીએ રાજાને વધામણ આપી, ત્યારે પ્રસન્ન થયેલા રાજાએ દાસીને સાત પેઢી પહોંચે