SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત વાક્ય રચના Sentence Formation Tips [ મિત્રો ! આ લેખ અવશ્ય એક વાર વાંચી જશો. આમાં સંસ્કૃત વાક્ય સંરચના માટેની જરૂરી વાતો જોઈશું. ] [1] સામાન્યથી આપણે જોઈ ગયા કે સંસ્કૃતમાં વાક્યરચના માટેનો નિયતક્રમ નથી. પાર્શ્વનાથઃ ખિનઃ પશ્યતિ, બિન: પાર્શ્વનાથ: પતિ, પતિ પાર્શ્વનાથો નિનઃ । આ પ્રમાણે કોઈ પણ રીતે વાક્ય લખી શકાય છે. પદક્રમ કોઈ નિયત નથી. આનું મુખ્યતયા કારણ એ કે સંસ્કૃતમાં શબ્દોનો કર્મ તરીકેનો, કર્તા તરીકેનો કે કરણ તરીકેનો શું અર્થ કરવો ? તે શબ્દસંલગ્ન વિભક્તિ જ દર્શાવી દે છે. માટે શબ્દ વાક્યમાં ગમે ત્યાં ગોઠવાય પણ પોતાના અર્થને વિભક્તિ દ્વારા જણાવી જ દે છે. ‘અહં પ્રામં ગચ્છામિ’ આમાં ‘પ્રામં ગચ્છામિ અહં' એવું બોલવામાં આવે તો પણ પ્રામ એ કર્મ જ રહે છે, કર્તા નથી બની જતું. કારણ કે ગ્રામ ને કર્મ તરીકે ઓળખાવનાર દ્વિતીયા વિભક્તિ તેની સાથે જ સંલગ્ન છે. બીજી દરેક ભાષામાં આ ખાસિયત નથી. English ભાષામાં ક્યારેક તો વાક્યનો ક્રમ જ કર્તા, કર્મને જણાવે છે. માટે જો વાક્ય ક્રમ બદલાઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય. દા.ત. Lord Parshwanath observes an art-gallery [પાર્શ્વનાથ ભગવાન ચિત્રશાળાને જુવે છે.] અહીં પાર્શ્વનાથ ભગવાન કર્તા અને ચિત્રશાળા કર્મ તે વાક્યક્રમને લીધે ઓળખી શકાય છે. જો વાક્યક્રમને બદલાવી દો તો કર્મ એ જ કર્તા થઈ જાય. જેમ કે, An art-gallery observes Lord Parshwanath [ચિત્રશાળા પાર્શ્વનાથ ભગવાનને જુવે છે !J સારાંશ એ કે - સંસ્કૃતમાં શબ્દોનો નિયતક્રમ નથી હોતો, તે વિભક્તિને આભારી છે. પણ, જેને વિભક્તિ જ નથી લાગી તે અવ્યયો માટે ક્રમ ફિક્સ કરવામાં આવ્યો છે. જો તેમાં ફેરફાર કરાય તો અર્થનો અનર્થ થાય. = દા.ત. અહં નિનમેવ પૂનયામિ હું ભગવાનને જ પૂજું છું. અમેવ નિનં પૂનયામિ = હું જ ભગવાનને પૂજું છું. આ રીતે ‘વ્’ અવ્યયનો ક્રમ બદલાતા વાક્યમાં કેટલો બદલાવ આવી જાય છે ! માટે સાદા વાક્યમાં વ, ઋત્તિ વગેરે અવ્યયોનો ક્રમ અર્થના અનુસારે નિયત જ રાખવો જોઈએ. સરલ સંસ્કૃતમ્ - ૪ ૭ ૨૦૮ ૦ સં.વા.સં.
SR No.022984
Book TitleSaral Sanskritam Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy