________________
મંગલચાર
અથ મંગલચાર, ચારૂ મંગળ ચાર આજ મારે ચારૂ મંગળ ચાર. દેખે દરસ સરસ જનજીક, શેભા સુંદર સાર. આ૦ ૧ છિનું છિનું છિનું મનમોહન ચરચો, ઘસી કેસર ઘનસાર. આ૦૨ વિવિધ જાતીકે પુષ્પ મંગા, મેઘર લાલ ગુલાલ. આ૦ ૩ ધુપ ઉખેને કરે આરતી, મુખ બોલો જયકાર. આ૦ ૪ હર્ષ ધરી આદીશ્વર પુજે, ચૌમુખ પ્રતિમા ચાર. આ૦ ૫ હૈયે ધરી ભાવ ભાવના ભાવ,જિમ પામે ભવ પાર. આ૦ ૬ સકળચંદ સેવક જિનજીકે, આનંદઘન ઉપકાર. આ૦ ૭
ઉચ્છવ.
ઓચ્છવ રંગ વધારણાં, પ્રભુ પાસને નામે કલ્યાણુક ઓચ્છવ કીયો, ચડતે પરિણામે. શતવર્ષ આયુ જીવીને, અક્ષય સુખ સ્વામી, તુમ પદ સેવા ભક્તિમાં, નહીં રાખું ખામી. સાચી ભક્તિ સાહેબા, રીઝો એક વેળા શ્રી શુભવીર હવે સદા, મન વંછિત મેળા.
મંગળદીવો
દીરે દી મંગલિક દીવે, આરતી ઉતારણ બહુ ચિરંજીવે. સેહામણું ઘેર પર્વ દીવાળી, અમર ખેલે અમારા બાળી. દીપાળ ભણે એણે કુળ અજુઆણી, ભાવે ભગતે વિઘન નિવારી, દીપાળ ભણે એણે કળી કાળે, આરતી ઉતારી રાજા કુપારપાળે. અમઘેર મંગલિક, તમઘેર માંગલિક મંગલિક ચતુર્વિધ સંઘને હેજે.