________________
વા ષિ ક પ
સં ગ હ
ચાલ હારે બહુ પ્રેમશું સુખક્ષેમ, ઘર આણીયા નિધિ જેમ, બત્રીસ કેડિ સુવન્ન કરે વૃષ્ટિ સ્પણની ધન્ન. ર૪ જિનજનની પાસે મેલી, કરે અડ્ડાઈની કેલી નંદીશ્વરે જિન ગેહ, કરે મહોત્સવ સસનેહ.
ઢાળ
[ પ્રથમની ] હવે રાય મહેન્સવ કરે રંગભર, થેયે જબ પરભાત, સુર પૂછયે સુત નયણે નિરખી, હરખી તવ તાત; વર ધવલ મંગલ ગીત ગાતાં, ગંધર્વ ગાવે રાસ, બહુદાને માને સુખીયાં કીધાં, સયલ પૂગી આશ. ર૬ તિહાં પંચવરણી કુસુમ વાસિત, ભૂમિકા સંલિત, વર અગર કુદરૂ, ધૂપ ધૂપણ, છાંટયાં કુંકુમલિત્ત, શિરમુકુટ મંડલ, કાને કુંડલ, હૈયે નવસર હાર,
એમ સયલ ભૂષણ ભૂષિતાંબર, જગત જન પરિવાર, ૨૭ જિનાજન્મ કલ્યાણક મહોત્સવે, ચાદભુવન ઉત, નારકી થાવર પ્રમુખ સુખીયાં, સકલ મંગળ હેત, દુઃખ દુરિત ઇતિ શમિત સઘળાં, જિનરાજને પરતાપ, તેણે હેતે શાંતિકુમાર ઠવિયું, નામ ઈતિ આલાપ. ૨૮ એમ શાંતિજિનનો કલશ ભણતાં, હવે મંગલમાલ, કલ્યાણ કમલા કેલિ કરતાં, લહિએ લીલ વિલાસ