SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય આનંદઘન મૂર્તિનું દર્શન ૧૫ પ્રાપ્તિ કર!” એવું કહેતાં જ તે દિવ્ય પુરુષ અંતર્ધાન થઈ ગયા. ત્યાં તે પક્ષીઓના કલરવથી તેની સ્વપ્નસૃષ્ટિમાં ભંગ પડે ને તે જાગી ઊઠયો. તેના તન ને મન પ્રફુલ્લ હતાં. આનંદપ્રદ સ્વપ્નની ખુમારી હજુ તેને ઊતરી નહતી. તેની સ્મૃતિ તેને વારંવાર થયા કરતી હતી. પછી આવશ્યક પ્રાત:વિધિ ઝટપટ આટેપી લઈ તેણે પૂર્ણ ઉત્સાહથી ગિરિરાજ ભણું પગલાં માંડયાં, ત્યારે ગગનમાં દિનમણિને ઉદય થઈ ચૂક્યું હતું. બાલરવિના સેનેરી કિરણે પર્વત પર પડતાં તે જાણે સુવર્ણમય હોય એ દૂરથી ભાસ આપતે હતો. તેની નિકટમાં એક બાજુ નાની સરિતા વહી જતી હતી. તળેટીમાં એક સુંદર મંદિર હતું ને આજુબાજુ સહકાર આદિ વૃક્ષની ઘટા આવી હતી. પર્વતને કટિપ્રદેશ વિપુલ વનરાજીથી વિરાજી રહ્યો હતો ને તેના શિખર પર દૂર દૂરથી દેવાલયનાં દર્શન થતાં હતાં. તીવ્ર જિજ્ઞાસાથી પ્રેરિત થતા તે ભવ્ય જિજ્ઞાસુ પથિક ગિરાજના દર્શનાર્થે ઉત્કંઠિત થઈ ત્વરાથી ચાલતે ચાલતે તળેટીએ આવી પહોંચ્યું, ને દર્શનને ભાવ ઉપજતાં મંદિરમાં પિઠે. ત્યાં તેને અદ્ભુત દિવ્ય જિનમુદ્રાનાં દર્શન થયાં. તે મૂર્તિ જાણે “અભિય ભરી રચી”હાયની ! સકલ ઉપમાનથી વિલક્ષણ હેઈ, તેને કેઈ ઉપમા ઘટતી નહોતી. તે શાંતસુધારસ ઝીલી રહી હતી ને તેને નિરખતાં કેમે કરીને તૃપ્તિ ઉપજતી નહતી. અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy