________________
દિવ્યાત્માઓની પ્રાર્થના પ્રસાદી વારંવાર જિનરાજ ! તુજ પદ સેવા હે હે જે નિર્મળી; તુજ શાસન અનુજાયિ, વાસન ભાસન હ તત્વરમણ વળી.
–શ્રી દેવચંદ્રજી. કઈ હો પ્રભુ ! કઈયેં મ દેશો છે, દેજે હે પ્રભુ ! દેજે સુખ દરિશણ તાજી.
–શ્રી યશોવિજયજી.
હે પરમ કૃપાળુ દેવ ! * * આપની પરમ ભકિત અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ ! ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
-શ્રીમદ્ રાજચંદ્રજી.
તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે, સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે રે. પડ દરિશન જિન અંગ ભણજે–શ્રી આનંદઘનજી.