________________
ભક્ત ગર્જના
દુ:ખ દેહગ દરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ; ધીંગ ઘણી માથે ક્રિયારે, કુણ ગજે નર ખેટ ? વિમલજિન, તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ તુ; જીવ સરોવર અતિશય વાધશે, આનંદઘન રસપૂર. અહા ! અહા ! હું મુજને કહું, નમા મુજ ! નમા મુજ રે! અમિત લ દાન દાતારની, જેને ભેટ થઈ તુજ રે. --આન ંદઘનજી ધ્યાયક ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પેરે તુમશું મળશું, વાચક યશ કહે હુંજે હળશું. કાળલબ્ધિ મુજ મત ગણા, ભાવલબ્ધિ તુમ હાથે રે; લથડતું પણ ગજબચ્ચું, ગાજે ગજવર સાથે રે.યશાવિજયજી
એક પુરાણુ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઇ ગમતું નથી; અમને કોઇ પદાર્થોમાં રુચિ માત્ર રહી નથી. × ૪ આજનાં પ્રભાતથી નિરજનદેવની કાઇ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઇ અનુપમ રૂપમાં ઉય પામી છે. ×× પ્રાપ્ત થયેલાં સત્સ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરૂં છઉં. -શ્રીમદ્ રાજચંદ્રજી.
હિરનો મારગ છે શૂરાના, નહિં કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.–પ્રીતમભક્ત હવે સંપૂરણ સિદ્ધતણી શી વાર છે ?
દેવચંદ્ર જિનચંદ્ર પરમ આધાર છે....દીઠે સુવિધિ જિષ્ણુ દ. માટાને ઉત્સંગ મેઢાને શી ચિંતા ?
પ્રભુને ચરણ પસાય સેવક થયા નચિંતા.શ્રી દેવચંદ્રજી.