________________
આનંદઘનજી અને શ્રીમદ્ રાજચંદ્ર : એક તુલના ૩૩
૩. આનંદઘનજી અને શ્રીમદ્ રાજચંદ્રજી એક તુલના
મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન...મેરે માત આનન્દઘન, તાત આનન્દઘન, ગાત આનન્દઘન, જાત આનન્દઘન..મેરે કાજ આનન્દઘન, સાજ આનન્દઘન, સજ(?)આનન્દઘન, લાજ આનન્દઘનમેરે૦ આભ આનન્દઘન, ગાભ આનન્દઘન, નાભ આનધન, લાભ આનન્દઘન..મેરે૦
શ્રી આનંદઘનજી, –આ અમૃત પ૪માં પિતાની આનંદઘનમય અધ્યાત્મ જીવનદશાની મસ્તી લલકારનાર આનન્દઘનજીના આ શબ્દ,શ્રીમદ્ રાજચંદ્રજીના સ્થળે સ્થળે તેવી જ પરમ આત્માનંદમય અધ્યાત્મ દશાનું અદ્ભુત સંવેદન દર્શાવનારા તેવા જ ભાવવાળા શબ્દોનું અનુમરણ કરાવે છે.
મહાત્મા આનંદઘનજી અને શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં અને કવનમાં ઘણું સામ્ય દશ્ય થાય છે. બન્નેનું જીવન પરમ અધ્યાત્મપ્રધાન છે અને આત્મગુણવિકાસની ઉચ્ચ દશાને પામેલા સમ્યગદૃષ્ટિ જ્ઞાની વીતરાગ પુરુષ છે. અને વિશિષ્ટ આત્માનુભવને પામેલા ચગીન્દ્રો છે – આ એમના પ્રગટ અનુભવની આરસી જેવા વચનામૃતેથી સુપ્રતીત થાય છે. ભક્તશિરોમણિ શ્રી આનંદઘનજીની પરમ વીતરાગ ભકિત એમની સ્તવનાવલીમાં પ્રત્યક્ષ થાય છે. પરાભક્તિની પરાકાષ્ઠા વટાવી ગયેલા શ્રીમદ્ રાજચંદ્રજીની અનન્ય વીતરાગ ભક્તિ પદે પદે નિર્ઝરે છે. બને પરમાત્મદર્શનને પામેલા સાક્ષાત્ દ્રષ્ટા પુરુષ છે.