SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મપ્રવૃત્તિમાં અનંતગણ અખેદ જોઇએ ૧૯૩ નથી, તે બિચારે એક-બે ઘડી ભક્તિ-સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિ કરતાં ચળવિચળ પરિણામી થઈ થાકી જાય છે ! ખરેખર ! આ જીવની વિચિત્ર વિવેકશક્તિની (!) બલિહારી છે ! હરિનું ચંદન ઘસતાં તારું, શ્રમથી શરીર બગડે ! ભાવે ભાંગ જ રડે ! એકાદશી એવના જાગરણ, અતિ કઠણ તને લાગે, ભાંડ ભવૈયા જેવા સારૂં, સારી રાત જ જાગે, પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય? હારા દિલનું કપટ નવ જાય.” –શ્રી નરસિંહ મહેતા ખરી રીતે તે આત્માર્થબાધક પરભાવપ્રવૃત્તિ પ્રત્યે આ જીવને જેટલા આદર, રસ, રુચિ, ઉત્સાહ છે, તે કરતાં અનંતગુણવિશિષ્ટ પરમ આદર, આત્મપ્રવૃત્તિમાં પરમ રસ, પરમ સુચિ, પંરમ અનંતગણે અખેદ જોઈએ ઉત્સાહ આ પ્રભુભક્તિ આદિ આત્માર્થ સાધક પરમાર્થ પ્રવૃત્તિ પ્રત્યે હવા જોઈએ, અનંત અનંત પ્રવૃત્તિ કરતાં પણ ખેદ ન થવો જોઈએ આમ રાતદિવસ સૂતાં, બેસતાં, ઊઠતાં, જાગતાં પ્રભુની સેવાભક્તિ કરતાં, સ્મરણ કરતાં, સ્તવન કરતાં, ભજન કરતાં, ભાવન કરતાં, ધ્યાવન કરતાં જીવ, જ્યારે ન જ થાકે, કદાચ તન થાકે, મન થાકે, વચન થાકે, પણ ભાવ તે ન જ થાકે,–ત્યારે જ તેને અખેદ ભાવ પ્રગટ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy