________________
પ્રભુભક્તિ એ ઉત્તમ યોગબીજ
૧૧
નિર્માણ કરવા માટે પ્રથમ તે આત્મપુરુષાર્થરૂપ મહાપ્રયત્નથી તેના પાયારૂપ-દઢ પીઠિકારૂપ ગ–બીજનું પૂરણ કરવું પડે છે. અને પછી જ તેના ઉપર ઉત્તરોત્તર ગભૂમિકાઓનું સુદઢ નિર્માણ કરવામાં આવતાં, સાંગોપાંગ મેક્ષમાર્ગરૂપ ભવ્ય પ્રાસાદ તિયાર થઈ દિવ્ય જિનદર્શનને સાક્ષાત્કાર થાય છે.
એટલા માટે જિનદર્શનની પ્રાપ્તિ ઈચછનાર અથવા મેક્ષફળની કામના રાખનારાં મુમુક્ષુ જીવે, તેના અમેઘઅવંધ્ય કારણરૂપ મેક્ષસાધક ગ–બીજને ચિત્ત-ભૂમિમાં પ્રક્ષેપ કરવા યોગ્ય છે.
અને તે યોગ–બીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ શ્વેગબીજ શ્રી જિનેશ્વરની ભક્તિ છે, કારણ કે
વીતરાગ દશાને પામેલા શ્રી જિનેશ્વર પ્રભુ ભક્તિ એ
ભગવાન રાગ-દ્વેષ-મહાદિ સમસ્ત ઉત્તમ ગબીજ અંતરંગ શત્રુઓને જીતી લઈ
સકલ કર્મકટકને પરાજય કરી, શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં બિરાજમાન થયેલા શુદ્ધ આત્મા છે; અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી યુક્ત એવા મુક્ત સિદ્ધ પરમાત્મા છે; એવા પરમ યેગી સાક્ષાત્ શુદ્ધ સ્વભાવમય મેક્ષને પામેલા સિદ્ધ આત્માને
x“करोति योगबीजाना-मुपादानमिह स्थितः ।
સાવ મોક્ષત્નામિત ચોહો વિહુ ”–શ્રી યોગદાષ્ટસમુચ્ચય. * "जिनेषु कुशलं चित्तं तनमस्कार एव च । પ્રામારિ ર સંશુદ્ધ ચોવીગમનુત્તમ ” શ્રી ગષ્ટસમુચ્ચય.