________________
ભકિત સૂકતો
ધાર તરવારની સેહલી દોહલી, ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા. મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ; રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગૅદ્ર–શ્રી આનંદધનજી જ્ઞાન વૈરાગ્યને દેહ ધર્યો રે, માંથી જેગપણાને છે જીવ; ભક્તિ આભૂષણ પેરિયાં રે, એવો કઈ સેવક શિવ-શો અખા ભક્ત સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપકે હે લાલ; સા. મુજ મન મંદિર માંહી, આવે જે અરિઅલ ઝીપતે હે લાલ. સા. મિટે તે મોહ અંધાર, અનુભવ તેજે જળહળે હો લાલ. સા. ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણું નવિ ચળે છે–શ્રી યશોવિજયજી શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી; જિનભક્તિ રહે તરુ કલ્પ અહે ! ભજિને ભગવંત ભવંત લહે. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. જિનપદ નિજ૫દ એકતા, ભેદભાવ નહિં કાંઈ; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ–શ્રીમદ્ રાજચંદ્રજી ધરતીકા કાગજ કરું, લમ કરું વનરાય; સાત સમુદ્રકા શાહી કરું, પ્રભુગુણ લિખા ન જાય.સંત કબીરજી બાધકતા પલટાવવા રે લાલ, નાથ ભક્તિ આધાર રે; પ્રભુ ગુણરંગી ચેતનારે લાલ, એહી જ જીવન સાર રે. દેવચંદ્ર પ્રભુની છે કે પુણ્ય ભકિત સંધે, આતમ અનુભવની છે કે નિત નિત શક્તિ વધે. ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, રસનાને ફળ લીધો રે; દેવચંદ્ર કહે મહારા મનને, સકલ મનેથ સીધો રે શ્રી દેવચંછ.
===
=