SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન આરૂઢ થવાને નિરંતર લક્ષ રાખવામાં આવે તે જ તેની સફળતા છે કેવળ શુદ્ધ બુદ્ધિથી કથવામાં આવતું મારું આ સમસ્ત કથન સાપેક્ષ છે–એકાંતિક નથી, એ લક્ષમાં રાખજે. આમ આ ત્રણે સૂત્રની એકવાક્યતા છે; એ જ પ્રકારે સમસ્ત જિનવચન એકસૂત્રરૂપ છે, કારણ કે તેને ઈષ્ટ ઉદ્દેશ એક જ છે કે–શુદ્ધ આત્મતત્વની ઉત્સવ ભાષણ આચરણ સિદ્ધિ કરવી અને આ ઈષ્ટ ઉદ્દેશને | દુર્લક્ષ કરી, એકસૂત્રરૂપ જિનવચનથી વિરુદ્ધ જે ભાષણ કે આચરણ કરવું, તે ઉત્સુત્ર ભાષણ કે આચરણ છે. આ જે બધું સંક્ષેપમાં સારભૂત કહ્યું તેને શાંતિથી સમાજ પરત્વે વિચાર કરતાં તને મેં જે આગળ કહ્યું હતું તેની ખાત્રી થશે કે – “ચરમ નયણુ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર......... પંથડે નિહાળું રે બીજા જિનતણે રે. ” ખરેખર ! વર્તમાન સમાજની ખેદજનક-દયાજનક પરિસ્થિતિ નિહાળતાં મારા એ અંતરેગાર નીકળી પડ્યા હતા. જિજ્ઞાસુ પથિક–ગીરાજ! ત્યારે માર્ગનું દર્શન કેવી રીતે થાય? કેવા નયનથી થાય? તે દર્શાવવા કૃપા કરે ચેગિરાજ–જે નયને કરી માર્ગ દેખાય છે તે દિવ્ય નયન છે. “જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયણુ તે દિવ્ય વિચાર...” પંથડે નિહાળું રે, જિજ્ઞાસુ-ગિરાજ! તે દિવ્ય નયન શું? ને તે કેમ પ્રાપ્ત થાય? મને તેવું દિવ્ય નયન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈરછા છે.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy