________________
આ અંગે દીર્ધ અભ્યાસપૂર્વક વિવિધ દષ્ટિએ એટલે ઊહાપોહ–સૂક્ષમ વિચાર થાય, જેટલે અર્થવિસ્તાર થાય. તેટલે ઓછે છે, કારણ કે શ્રી હરિભદ્રાચાર્યજી તથા શ્રીમદ્ રાજચંદ્રજીની જેમ અદ્ભુત સમાસશક્તિથી શ્રી આનંદઘનજીએ બિન્દુમાં પ્રવચનસિંધુ સમાવ્યું છે.'
પ્રવચન સમુદ્ર બિન્દુમાં, ઉલસી આવે જેમ ચૌદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ”
શ્રીમદ્ રાજચંદ્રજી. “ એક બુંદ જલસે ઉપના, મૃત સાગર વિસતારા; ધન્ય જીનેને ઉલટ ઉદધિ, એક બુંદમેં ડારા.”
શ્રી ચિદાનંદજી... ગ્રંથ વસ્તુ દિગ્દર્શન એટલે આવા આશયગંભીર પ્રવચનસિંધુમાંથી અર્થ રત્ન ખેાળી કાઢવાનું કામ ઊંડી વિચાર–ડૂબકી મારનારા અવગાહક
વિવેચકોનું છે. એટલે કે આ વિવેચકેનું વિશાલ ક્ષેત્રઃ સ્તવનો પરમાર્થ ઉકેલવામાં ઘણું એકેક સ્તવન પર ઘણું વિશદ વિશેષ વિચારણને એકેક ગ્રંથ અવકાશ છે; સુગ્રથિત એવા આ
એકેક સ્તવન-ગ્રંથ પર એકેક ગ્રંથ લખી શકાય એ વિશાલ પરમાર્થ તેમાં સમાયેલો છે, તે તે સ્તવનની વિવિધ કૃત–અનુભવમય પશ્ચાદભૂમિકા (Background) સમજ્યા–સમજાવ્યા વિના એની ખરી ખૂબી માલમ પડે એમ નથી. અને એટલા માટે જ એના દિગદર્શનાર્થે આ