________________
પ્રથમવૃત્તિનું સંક્ષિસ- UK છે. સંપાદકીય વક્તવ્ય છે
વિ. સં. ૨૦૦૭ ની સાલની વાત છે.
પૂ. શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ દાદા ગુરુદેવ શ્રી આચાર્યદેવ ચંદ્રસાગરસૂરિવરશ્રીના વરદ હસ્તે અષાડ સુદ ૬ને દિને પાલીતાણું ખુશાલ ભુવનમાં પૂ. ગુરુદેવશ્રીને ગણિપદપ્રદાનને શુભ અવસર હતો. તે અવસરે સાધુ-સાધ્વીઓને વિશિષ્ટ વસ્તુની યાદગાર વિતરણ બાબત મને મંથન થયું.
પરિણામે પોપકારી આરાધ્ય શ્રી ગુરુદેવની સંયમનિષ્ઠા ઉપર મન કેન્દ્રિત થયું અને પૂ. ગુરુદેવશ્રીની પદવી પ્રસંગે આરાધક આત્માઓ સંયમ પાળવામાં વધુ સ્કૂત્તિ મેળવે તે શુભ આશયથી વર્ષોથી સંગ્રહી રાખેલ જૂના સાધુમર્યાદાપટ્ટકેમાંથી તથા શ્રી જૈનધર્મ પ્રચારક સભા (ભાવનગર) તરફથી પ્રકાશિત “સાધુમર્યાદાપક” પુસ્તકમાં સંગ્રહાયેલ ચાર પટ્ટમાંથી કેટલાક વર્તમાનકાલે પાળી શકાય તેવા નિયમે તારવી લઘુ પુસ્તિકા તૈયાર કરવાને વિચાર થયે.
પણ તે સંબંધી વધુ વિચાર કરતાં કેવળ નિયમ છાપી દેવાથી જોઈએ તેવી પ્રેરણું સંયમપાલન માટે મળવી દુશકય જણાઈ.