________________
: ૫૦ :
હિતશિક્ષા
(માલિની છંદ) इति यतिवरशिक्षा योऽवधार्य व्रतस्थ
चरणकरणयोगानेकचित्त: श्रयेत । सपदि भवमहाब्धि क्लेशराशिं स तीत्वा,
विलसति शिवसौख्यानंत्यसायुज्यमाप्य ॥१०॥ ઉપર મુજબની સાધુતાના અપૂર્વ આદશને પમાડનારી હિતશિક્ષાને યથાવત્ સાંભળી, સમજી વિચારી યથાશક્તિ ચરણ-કરણના અનુષ્ઠાનેને એકાગ્રપણે આસેવનાર પ્રાણી અનંત દુના રાશિ સમાન સંસારરૂપ મહાસમુદ્રને પાર પામી અનંત સુખના સ્થાનરૂપ મેક્ષ લક્ષમીને શીધ્ર મેળવે છે.