________________
* ૩૬ :
હિતશિક્ષા
ઝવેરીની દુકાને છૂટથી માલ લેવાની સંમતિ મળવા છતાં પ્રમાદાધીન બનેલા જેવી મારી દુર્દશા છે !!!
(શાર્દૂલવિક્રીડિત છંદ ) पाखण्डानि सहस्रशो जगृहिरे ग्रन्था भृशं पेठिरे, लाभाऽज्ञानवशात्तपांसि बहुधा मूश्चिरं तेपिरे। कापि क्वापि कथंचनाऽपि गुरुभिर्भूत्वा मदो मेजिरे, कर्मक्लेशविनाशसंभवसुखान्यद्यापि ना लेभिरे ॥ ५ ॥ - અરેરે! આ જગના જીને રાજી કરવા સારૂં હજાર પાખંડ રચ્યા! ઘણુ ગ્રંથ ભણે! લોભ અને અજ્ઞાન દશામાં મૂઢ બની વિવિધ તપસ્યાઓ પણ કરી! ક્યાંક ક્યાંક ઉજજડ ગામમાં એરંડાની પ્રધાનતા મુજબ ગુરુમહારાજ તરીકે બની મિથ્યા મદ અભિમાન કર્યું !
છતાં–હજી આ વિષમ કર્મોના વિપાકના બંધનમાંથી મુક્ત થઈ યથાસ્થિત સુખને ભાગી ન બન્યું !!!
(સ્ત્રગ્ધરા છંદ) किं भावी नारकोऽहम् ? किमुत बहुभवी ? दूरभव्यो ? न भव्यः ? किंवाऽहं कृष्णपक्षो? किमचरमगुणस्थानके ? कर्मदोषात् ।
वह्निज्वालेव शिक्षा, व्रतमपि विषवत् खड्गधारा तपस्या, • स्वाध्यायः कर्णसूची यम इव विषमः संयमो यद्विभाति ॥६॥
શું હું નરકમાં જનારે છું? અનંતસંસારી છું કે દૂરભવ્ય છું કે ભવ્ય નથી? અથવા શું હું કૃષ્ણપક્ષી છું? કે કર્મોના વિચિત્ર વિપાકવશ હું હજી મિથ્યાત્વી છું ? કે જેથી ઉપકારી મહાપુરુષની હિતકારી શિખામણ અગ્નિજવાલાની માફક, વ્રત-પચ્ચખાણ ઝેર જેવા, તપસ્યા ખાંડાની ધાર