________________
તે સમ્યકુક્યારિત્રની મહત્તા ]
. જીવનની આદર્શ સારમયતા મેળવવા માટે વીતરાગ પરમાત્માએ જગના અજ્ઞાનમૂઢ મેહગ્રસ્ત પ્રાણીઓના એકાંત હિતાર્થે પ્રરૂપેલ કલ્યાણસાધનાના માર્ગને યથાવત્ સ્વરૂપે ઓળખી-સમજી તેને યથાશક્ય પ્રયત્ન આચરવા દ્વારા આત્મહિત સાધી લેવું જરૂરી છે.
ખરેખર કલ્યાણસાધનાના માર્ગને જાણ્યા-માન્યાની ખરી સફલતા જ એ છે–વધતે અંશે પણ કલ્યાણ માર્ગના અમલી આચારમાં જ છે.
તેથી જ શાસ્ત્રકાર ભગવંતેએ “મારા પ્રથમ ધર્મ “માચારે મુવમ” આદિ વચને દ્વારા ઉત્તમ પદાર્થોના જ્ઞાન કે શ્રદ્ધાનની સુભગતાને આધાર યથાશક્ય રીતિએ જીવનને સહવર્તનના પંથે વાળવા ઉપર સૂચવેલ છે.
તેથી વિવેકી મુમુક્ષુ પ્રાણુએ અનાદિકાલના દઢમૂલ બનેલ રાગ-દેશ કે મેહના સંસ્કારે જડમૂલથી ઊખેડી નાંખનાર સંયમની આરાધનાના મહત્વને સમ્યગ્રદર્શન અને સમ્યગ્રજ્ઞાનના બલે ઓળખ્યા-સમજ્યા પછી આરાધનાને જીવનમાં તદ્રુપ બનાવી ઉત્તમ ફળને હસ્તગત કરવા શું શું કરવું ઘટે? તે જાણવા-સમજવા આ વિભાગમાં શાસ્ત્રકાર ભગવંતના હિતકર વચને, પૂર્વાચાર્ય મહર્ષિઓની સુંદર વ્યવસ્થાઓ અને જીવનને વિશુદ્ધ બનાવવાના આદર્શાનુસાર મહાપુરુષોએ નિયત કરેલ પ્રણાલિકા આદિના આધારે સાધુજીવનને ઉપયોગી તેમજ અમને