________________
શ્રીમહાનિશીથ સૂત્રની આઇ ત્રિસૂત્રીમાં | સૂચવાયેલ સુંદર હિતશિક્ષા - પરમપકારી શાસ્ત્રકાર ભગવતેએ સંયમની સાધના કરનારાને જરૂરી અધ્યવસાયેના પિષણ માટે શ્રી મહાનિશીથ જેવા પવિત્ર આગમની શરૂઆતમાં સુંદર હિતકર વચને ફરમાવ્યાં છે, જેના ઉપરથી ચેજિત ટૂંક સાર અહીં આપવામાં આવે છે. કે, પ્રથમ સૂત્રની સાર–યોજના
૧ આત્મહિતસાધનાની વિશુદ્ધ બુદ્ધિથી યથાશક્તિ અત્યંત ઘેર, કર્મને નાશ કરવામાં સમર્થ ઉગ્ર, શરીર, ઇંદ્રિય-વાસના ને શેષનાર તપશ્ચર્યા અને સંયમના અનુષ્ઠાનેમાં ઉચિત પ્રવૃત્તિ કરવી. * ૨ સર્વ પ્રમાદ અને આલંબનો (દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવના અસદાલંબને)ને ત્યાગ કરે. . : ૩ પ્રતિક્ષણ–અહર્નિશ મન-વચન-કાયાથી શુભ પ્રવૃત્તિમાં ઉદ્યત રહેવું, આળસુ-સુસ્ત બની ઇકિયાદિને પ્રવૃત્તિશૂન્ય ન રાખવી.
૪ સંયમની આત્મહિતસાધક પ્રવૃત્તિમાં કટાળે ન લાવ ઉત્સાહ કાયમ રાખવે.
૫ અપૂર્વ આત્મકલ્યાણને સાધી લેવાની પરમ શ્રદ્ધા તથા ભાવ વૈરાગ્યને ઉપજાવનારી પરમેચ ભાવનાઓના માર્ગમાં સદા દઢપણે સ્થિત રહેવું.