________________
: ૧૩૦ :
વિશ અસમાધિસ્થાને ૧૫ અસ્થડિલ (કેને સંચાર વિનાની ભૂમિ કે જે સચિત્ત હેવાને સંભવ છે) ભૂમિમાંથી સ્થડિલ ભૂમિમાં આવતાં પગ પૂજવાની જયણા ન કરવી અગર સચિત્ત રજવાળા હાથે ગેચરી હેરવી અથવા અશુદ્ધ પૃથ્વી પર બેસવું, ઉઠવું વગેરે કરવું.
૧૬ વિકાલે (રાત્રે) ઊંચા સ્વરે બેલવું કે જેથી અસંયત ગૃહસ્થ સંસાર-કાર્યમાં પ્રવર્તે અગર હિંસક (ગળી વિગેરે) જતુ જાગૃત થઈ જાય. અથવા સાવદ્ય ભાષા બોલવી, અજયણાએ બેસવું.
૧૭ સ્વભાવની વિચિત્રતાના કારણે જેની તેની સાથે મુદ્ર બાબતમાં પણ કષાયાધીન થવું.
૧૮ સ્વાર્થ કે ઈર્ષ્યા આદિ કારણે સમુદાયમાં એકબીજાને આડુંઅવળું સમજાવી ભેદ-કૂટ-કુસંપ કરાવ. - ૧૯ ઘણું ભજન કરવું કે જેથી અનેષણ, અસંયમ આદિ અનેક દે ઉત્પન્ન થાય, સવારથી સાંજ સુધી હેરની જેમ મેકળે મેંઢે ખાવું અથવા પ્રમાદાદિકથી દેવદ્રવ્યાદિકનું ભક્ષણ કરવું.
૨૦ ગોચરીમાં લાગતા દેને ધ્યાનપૂર્વક પરિહાર કરવા પ્રયત્નશીલ ન થવું, ગેચરીના દોષોની જયણા ન કરવી.
ઉપર મુજબના અસમાધિસ્થાને વાંચી-વિચારી સંજમની આરાધનામાં પ્રવર્તેલા પ્રાણીને અનાદિકાલના વિષય-કષાયના સંસ્કારોને જાગૃત કરનારા નિમિત્તો આરાધનાના માર્ગ પરથી આત્માને ભ્રષ્ટ ન કરી નાંખે તેનું પૂર્ણ તકેદારીભર્યું ધ્યાન રાખી હિતકારી સંયમારાધનાને સફળ બનાવવી.