________________
* ૧૦૮ :
જ્યણાની વ્યાખ્યા ભાવાર્થ-હે ગૌતમ! યણ એટલે –
અઢારહજાર શીલાંગ, સત્તર પ્રકારને સંયમ, ચૌદ જીવસ્થાને, તેર કિયાસ્થાને, બાર પ્રકારને બાહ્યઅત્યંતર તપ, બાર પ્રકારની ભિક્ષુપ્રતિમા, દશ પ્રકારને શ્રમણ ધર્મ, નવ બ્રહ્મચર્ય–ગુપ્તિ, આઠ પ્રવચનમાતા, સાત પિડેષણ, છ જીવનિકાય, પાંચ મહાવ્રત અને ત્રણ ગુપ્તિ થાવત્ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્યારિત્રની તમામ આસેવના ભયંકર વિષમ અટવી, હડહડતે દુકાળ કે અસાધ્ય પ્રાણાંત કષ્ટદાયી બિમારીના ભયાવહ પ્રસંગે ઘડી-બેઘડીમાં પ્રાણ ચાલ્યા જવાની કપરી કસેટી ટાણે પણ મનથી ખંડન-વિરાધના થવા દીધા વિના ભાવવિશુદ્ધિપણે નભાવવી તેમજ કરણ, કરાવણ કે અનુમોદનાને સૂક્ષમ પણ ભાંગે લગાડ્યા વિના પ્રાણના ભેગે પણ આરાધક ભાવની દઢતા કેળવવી.”
શ્રી મહાનિશીથ જેવા પરમાગમમાં વર્ણવ્યા મુજબને જ્યણાને આ વિસ્તૃત અર્થ દરેક મુમુક્ષુ આત્માઓ ધ્યાનમાં લઈ સામાન્યતઃ દ્રવ્ય પ્રાણની હિંસા નિમિત્તે થનારા કર્મબંધને અટકાવવા પૂરતે કરાતા જયણના ઉપયેગવંત-સાવચેત રહે વાના અર્થને મર્યાદિત સમજી ભાવ-આરાધનાની યથાર્થતા પ્રાપ્ત કરાવનાર ભાવ-પ્રાણની હિંસા ન થાય તે માટે પૂરતી જાગૃતિ રાખવી જોઈએ.