________________
ગોચરીના દો
: ૧૦૧ કે
સંયમના સાધનભૂત શરીરના નિભાવ માટે જરૂરી આહારને મેળવવા મુમુક્ષુ સંયમીએ નિરવદ્ય ગોચરીની પ્રવૃત્તિમાં વિષય-કષાયોની અનાકાલીન વાસના અને ઇન્દ્રિયના વિકારે વૃદ્ધિગત થવા ન પામે તે માટે ગોચરી વહરતાં લાગતા ઉપરના દોષેના પરિવાર માટે ઉદ્યત થવું ઘટે.
એષણુના દશ દેશે संकिय मक्खिय णिक्खिते, पिहिये साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिय, एसणदोसा दस हवंति ॥ १ ॥
૧. શકિતદેષ–આધાકર્માદિ દેષની શંકાવાળી ગોચરી લેવી.
૨ પ્રક્ષિતદેષ–સચિત્ત અગર અભક્ષ્ય-અચિત્ત પદાર્થના સંઘટ્ટાવાળી ગોચરી લેવી.
૩ નિશ્ચિતદેષ–સચિત્ત વસ્તુની વચ્ચે રહેલી ગોચરી લેવી. ૪ પિહિતદષ–સચિત્ત ફલાદિથી ઢાંકેલ ગોચરી લેવી.
૫ સંહિતદેષ–વાસણમાં રહેલી ચીજને બીજામાં ખાલી કરી વહેરાવાતી ગોચરી લેવી.
૬ દાયકદેષ–બાલક, વૃદ્ધ, નપુંસક, ધ્રૂજતા શરીરવાળો, આંધળો, મદેન્મત્ત, હાથ પગ વિનાને, બંડીવાળ, પાદુકાવાળો ઉધરસવાળ, ખાંડનાર, તેડનાર, ફાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુજનાર, કાંતનાર, પિજનાર વગેરે છ કાયના વિરાધક તથા ગર્ભિણી, તેડેલ છોકરાવાળી કે ધાવતા છોકરાવાળી સ્ત્રી વગેરેના હાથે ગોચરી લેવી.