________________
શ્રમણ ધર્મ કે
૧૨. ઉપેક્ષા સંયમ–સમજાવવાના વિવિધ પ્રયત્ન કરવા છતાં સંયમની સાધનામાં છતું પણ વીર્ય નહિં ફેરવનાર તરફ, અગર સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તતા ગૃહસ્થ તરફ ઉપેક્ષાભાવ કેળવ અને નિરવદ્ય વ્યાપારમાં તથા જ્ઞાનાદિની સાધનામાં અહર્નિશ ઉદ્યત રહેવા શુભાવહ પ્રેરણા કરવી.
૧૩. પ્રમાર્જના સંયમ–કેઈપણ વસ્તુને લેતાં મૂકતાં અગર બેસવા ઉઠવા આદિ કાયચેષ્ટા કરતાં અને અંધારામાં કેઈપણ પ્રવૃત્તિ કરતી વેળાએ રજોહરણ-ડંડાસણ આદિથી પુજવાને ઉપગ રાખો.
૧૪. પરિઝાપના સંયમ–સંયમની સાધનામાં અનુપયેગી અગર દેષાવહ વસ્ત્ર–પાત્ર–અશનાદિનું જીવની વિરાધના ન થવા પામે તેમ વિધિપૂર્વક પરઠવવાને ઉપગ રાખવે. તેને કેઈપણ હિંસાદિના સાધન તરીકે દુરુપયોગ ન થવા પામે તેની તકેદારી રાખવી.
૧૫ થી ૧૭. મન-વચન-કાયા સંયમ. મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને યથાશકય રોકવા પ્રયત્નશીલ થવું, શુભ પ્રવૃત્તિ અને સદનુષ્ઠાનેના આસેવન દ્વારા અશુભ યોગની પ્રવૃત્તિ અટકાવવા ઉપયુક્ત થવું.
(૫) સાધુના સત્તાવીશ ગુણ छब्वय छक्कायरक्खा पंचिंदिय-लोहनिग्गहो खंति । भावविसुद्धी पडिलेहणा य करणे विसुद्धी य ॥ १॥ संजमजोए जुत्तो, अकुसल-मण-वय-काय-संरोहो । सीयाइपीडसहणं, मरणंतियउवसग्गसहणं च ॥ २ ॥
(શ્રી સંબોધસિતરી પ્રકરણ, ગા. ૨૮–૨૯)