________________
૫૪
લિ. પૂરચંદ તારાચંદ
મુંબઈ તા. ર૭–૧૦-૮૦ પ. પૂ. આ. મ. સાહેબ, પ્રાતઃ સ્મરણીય વાચસ્પતિ આચાર્ય શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. તપસ્વી મુનિ શ્રી રત્નાકરવિજયજી મ. સા. અન્ય સાધુ મ તથા સાધ્વીજી મ. વગેરેની પવિત્ર સેવામાં.
ઘાટકોપરથી લિ. શ્રાવક કપૂરચંદ તારાચંદના ૧૦૮ વાર વંદના.
૧૦૮ ઉપવાસનું મહાન તપ લગભગ પુરુ થવા આવ્યું છે. તેમની ભૂરિ ભૂરિ અનુમોદના. આપના સાનિધ્યમાં મહુવામાં આવી તપસ્યા એક મુનિરાજ કરે તે મહુવાના પણ ધન્ય ભાગ્ય, પારણામાં જે લેકે હાજરી આપશે તેમના પણ અહેભાગ્ય, આવી તપસ્યાથી વિજ્ઞાન છે ટું સાબિત થયું છે. હિન્દુસ્તાનમાં નહિં પણ જગતમાં આ તપની યશ ગાથા ગવાશે. ઈતિહાસ તથા શાસ્ત્રમાં અમર થઈ રહેશે, આપને અમારા ખાસ વંદન કે તેમના ઉપવાસ આપની ધર્મ પ્રત્યેની ભાવનાનું પ્રતિક છે. શાસન દેવ તેમને સંપૂર્ણ સુખશાતામાં રાખે અને પારણું બાદ પણ પૂરેપૂરી શાતા રહે તેવી પ્રાર્થના.
ધન્ય છે મહુવાના સંઘને કે આવા મુનિ મહારાજના ચાતુર્માસને લાભ મળ્યો છે.