________________
તપની મહત્તા–
ताप्यन्ते स्सादिधातवः कर्माणि वा अनेनेति तपः । જે કિયા વડે શરીરના રસ, રુધિર વગેરે સાતે પ્રકારની ધાતુઓ અથવા તે કર્મસમૂહ તાપ પામે–શેષાઈ જાય તેને તપ” કહેવામાં આવે છે? શાસ્ત્રકાર ભગવંતેએ પ્રસંગે પ્રસંગે તપના અનેક પ્રકારે ગુણ ગાયા છે. ચરમજિનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવંતે પણ સાડાબાર વર્ષ પર્યતને ઘેર તપ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
भवकोडीसंचियं कम्मं तवसा निज्जरिज्जइ ॥ કેડો ભવમાં સંચિત કરેલું કમ તપ વડે ક્ષય પામે છે.
मलं स्वर्णगतं वह्नि-हंसः क्षीरगतं जलम् । यथा पृथक्करोत्येव, जन्तोः कर्ममलं तपः ॥
જેમ સુવર્ણમાં રહેલા મેલ-કચરાને અગ્નિ જુદો પાડે છે, રાજહંસ દૂધમાં રહેલ પાણીને ભિન્ન કરે છે તેમ પ્રાણીઓના કર્મરૂપ મેલને તપ (આત્માથી) જુદો પાડે છે.
यत्पूर्वाणितकर्मशैलकुलिशं यत्कामदावानलज्वालाजालजलं यदुग्रकरणग्रामाहिमन्त्राक्षरम् । यत्प्रत्यूहतमःसमूहदिवसं यल्लब्धिलक्ष्मीलतामूल तद्विविधं यथाविधि तपः कुर्वीत वीतस्पृहः ॥